Maharashtra

કેકેઆરને હરાવી લખનઉ ટીમ પોઈન્ટ્‌સ ટેબલ પર ટોપ પર પહોંચી

મુંબઈ
ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૨૨માં ગઇકાલે લખનઉ સુપર જાયન્ટ્‌સ સામે કોલકત્તા નાઇટ રાઇડર્સની હાર થઇ હતી. આ મેચમાં કોલકાતાના બેટ્‌સમેનોનું પ્રદર્શન કંગાળ રહ્યુ હતું. ટીમને સાતમી હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાના બેટ્‌સમેનો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને ટીમ માત્ર ૧૦૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાદમાં પંજાબે આ મેચ ૭૫ રને જીતી લીધી હતી. ૧૭૭ના સ્કોરનો પીછો કરતા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર બાબા ઈન્દ્રજીત ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ ટીમને કેપ્ટન શ્રેયસ ઐય્યર પાસે ઘણી આશાઓ હતી પરંતુ તે પણ ખાસ કરી શક્યો ન હતો અને ૬ રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ફિન્ચ ૧૪ અને રાણા ૨ રન બનાવીને આઉટ થયો હતો. એક સમયે ટીમે માત્ર ૨૫ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રસેલ અને રિંકુ સિંહે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. દરમિયાન રસેલે ૪૫ રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેના આઉટ થયા બાદ દ્ભદ્ભઇનો કોઈપણ બેટ્‌સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો અને આખી ટીમ માત્ર ૧૪.૩ ઓવરમાં ૧૦૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.લખનઉ તરફથી અવેશ ખાને ૧૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય હોલ્ડરે પણ ૩૧ રનમાં ૩ વિકેટ લીધી હતી. આ અગાઉ ક્વિન્ટન ડી કોક (૫૦) અને દીપક હુડા (૪૧)ની શાનદાર બેટિંગને કારણે લખનઉ સુપર જાયન્ટ્‌સે કોલકાતા નાઈટ રાઈડર્સને ૧૭૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લખનઉએ ૨૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૧૭૬ રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે બે વિકેટ ઝડપી હતી. જ્યારે ટિમ સાઉથી, સુનીલ નારાયણ અને શિવમ માવીએ એક-એક વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *