Maharashtra

કેજરીવાલની સિંગાપોરની મુલાકાતની અરજી ઉપરાજ્યપાલે પરત કરી

મુંબઈ
કેજરીવાલે સુરતમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતમાં ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી. ગુજરાતમાં વીજળીની જાહેરાત કરી રહેલા કેજરીવાલને દિલ્હીથી આંચકો લાગ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, ૩૦૦ યુનિટ વીજળી મફત મળશે, મળી શકે શું? જાે દિલ્હીમાં મળી શકે, પંજાબમાં મળી શકે તો ગુજરાતમાં પણ મળી શકે છે. સરકાર બનવાના ત્રણ મહિનાની અંદર દરેક પરિવારને ૩૦૦ યુનિટ વીજળી મફતમાં મળશે. બીજી ગેરન્ટી કે વીજળી ૨૪ કલાક મળશે અને મફત પણ મળશે. પાવરકટ નહીં લાગે. કેજરીવાલ આ જાહેરાત કરી રહ્યા હતા, જ્યારે તેમને દિલ્હીથી એક આંચકો લાગ્યો હતો. ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ‘આઠમી વર્લ્ડ સિટી સમિટ એન્ડ ડબ્લ્યુસીએસ મેયર્સ ફોરમ’માં હાજરી આપવા માટે સિંગાપોરની મુલાકાત અંગેની દરખાસ્ત પરત કરી દીધી છે. સાથે જ ઉપરાજ્યપાલે તેમને એવી પરિષદમાં ભાગ ન લેવાની સલાહ આપી છે જે પ્રથમ દૃષ્ટિએ મેયરોની કોન્ફરન્સ લાગે છે, જેમાં મુખ્યમંત્રીની હાજરી યોગ્ય નથી. ફોરમ વિશે અને અન્ય હાજરી આપનારાઓની પ્રોફાઇલનો અભ્યાસ કર્યા બાદ તેમજ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવતા વિષયો અંગે એલજીએ ધ્યાન દોર્યું છે કે, કોન્ફરન્સ શહેરી તંત્રના વિવિધ પાસાઓને આવરી લેશે જે દિલ્હીના કિસ્સામાં એનડીએમસી, એમસીડી, ડીડીએથી લઈને વિવિધ નાગરિક સંસ્થાઓ દ્વારા સંબોધવામાં આવે છે. એલજીએ તે હકીકતને અંડરલાઇન કરી છે કે કોન્ફરન્સની થીમને અનુરૂપ મુદ્દાઓ પર ય્દ્ગઝ્ર્‌ડ્ઢ પાસે ખાસ ડોમેન નથી અને તેથી મુખ્યમંત્રી માટે તેમાં હાજરી આપવી તે અયોગ્ય રહેશે. કોન્ફરન્સના ભાગ રૂપે આયોજિત ડબ્લ્યુસીએસ સ્માર્ટ સિટી વર્કશોપ અંગે નિર્દેશ કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એનડીએમસી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *