મુંબઈ
સુપર સ્ટાર યશનો જે વીડિયો સામે આવ્યો છે જેમાં તમે જાેઈ શકો છો કે યશ તેની પત્ની રિદ્ધિમા પંડિત સાથે છે. યશ કાતરથી તેની લાંબી દાઢીને કાપતો જાેવા મળી રહ્યો છે અને ત્યારબાદ હેર ડ્રેસર તેની દાઢીને સેટ કરતો જાેવા મળે છે. યશને દાઢીને ટ્રિમ કરતા જાેઈ તેની પત્ની રિદ્ધિમા ખુશ જાેવા મળી રહી છે. યશનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપર સ્ટારનો આ વીડિયો ૪ વર્ષ જુનો છે. યશનો આ વીડિયો વર્ષ ૨૦૧૮ નો છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. જ્યારે પહેલી વખત યશ પિતા બનવા જઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની દાઢી ટ્રિમ કરાવી હતી. યશ અને રિદ્ધિમાં બે બાળકોના માતા-પિતા છે. કપલની પુત્રીનું નામ આર્યા અને પુત્રનું નામ અર્થવ છે. અહીં જુઓ વીડિયો.. સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ ટુંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે. ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થશે. કેજીએફ ચેપ્ટર ૨ ના ડિજિટલ રાઈટ્સ એમેઝોન પ્રાઈમે ખરીદ્યા છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર હિન્દી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને તામિલ જેવી ભાષાઓમાં ૨૭ મેથી આ ફિલ્મ જાેવા મળશે.દુનિયાભરમાં કેજીએફ મૂવી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં સુપરસ્ટાર યશ લાંબા વાળ અને દાઢીવાળા લુકમાં જાેવા મળી રહ્યો છે. એવામાં યશનો એક વીડિયો સામે આવ્યો છે. જે જાેઈને રોકી ભાઈના ફેન્સ આશ્ચર્યચકિત થઈ જશે. આ વીડિયોમાં યશ તેની લાંબી દાઢીને ટ્રિમ કરતો જાેવા મલી રહ્યો છે.
