Maharashtra

કોટનમાં રૂ.320નો ઉછાળોઃ મેન્થા તેલ પણ સુધર્યુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 14676 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 19589 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 47 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 4,12,794 સોદાઓમાં કુલ રૂ.34,311.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 14675.79 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 19588.78 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,60,205 સોદાઓમાં કુલ રૂ.7,978.89 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,534 અને નીચામાં રૂ.52,050 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.178 વધી રૂ.52,287ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.137 વધી રૂ.41,261 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.5,157ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,033ના ભાવે ખૂલી, રૂ.193 વધી રૂ.52,226ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,005ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,766 અને નીચામાં રૂ.61,160 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 447 ઘટી રૂ.61,464 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 405 ઘટી રૂ.61,702 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.400 ઘટી રૂ.61,754 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 24,346 સોદાઓમાં રૂ.3,712.26 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.6.90 વધી રૂ.208.55 અને જસત નવેમ્બર વાયદો રૂ.10.65 વધી રૂ.271ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.35 વધી રૂ.697.70 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.55 વધી રૂ.183ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 38,401 સોદાઓમાં કુલ રૂ.2,915.60 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,043ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,243 અને નીચામાં રૂ.7,014 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.200 વધી રૂ.7,231 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.14 વધી રૂ.504.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 822 સોદાઓમાં રૂ.69.04 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,180 અને નીચામાં રૂ.32,630 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.320 વધી રૂ.33,050ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.90 વધી રૂ.963.80 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,955.23 કરોડનાં 5,638.549 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.5,023.66 કરોડનાં 803.933 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,588.89 કરોડનાં 22,20,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,327 કરોડનાં 26073750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.63.52 કરોડનાં 19600 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.5.52 કરોડનાં 56.88 ટનના વેપાર થયા  હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,924.408 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 898.880 ટન, ક્રૂડ તેલમાં 649400 બેરલ અને નેચરલ ગેસમાં 11152500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 94475 ગાંસડી, મેન્થા તેલમાં 481.32 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.47.41 કરોડનાં 649 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,565ના સ્તરે ખૂલી, 14 પોઈન્ટ વધી 14,559ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.19,588.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,900.94 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.480.59 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14,755.35 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,450.69 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 349.93 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.99.80 ખૂલી, ઊપરમાં રૂ.179.90 અને નીચામાં રૂ.90.60 રહી, અંતે રૂ.72.60 વધી રૂ.175.20 થયો હતો. જ્યારે સોનું નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.102 ખૂલી, ઊપરમાં રૂ.210 અને નીચામાં રૂ.102 રહી, અંતે રૂ.33.50 વધી રૂ.156.50 થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.36.10 ખૂલી, ઊપરમાં રૂ.45.90 અને નીચામાં રૂ.36.10 રહી, અંતે રૂ.6.35 વધી રૂ.42 થયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.140 ખૂલી, ઊપરમાં રૂ.220 અને નીચામાં રૂ.130 રહી, અંતે રૂ.42.50 વધી રૂ.173 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,199 ખૂલી, ઊપરમાં રૂ.1,529 અને નીચામાં રૂ.802 રહી, અંતે રૂ.141.50 ઘટી રૂ.965 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.150.10 ખૂલી, ઊપરમાં રૂ.153.90 અને નીચામાં રૂ.68 રહી, અંતે રૂ.81 ઘટી રૂ.71.60 થયો હતો. જ્યારે સોનું નવેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.399 ખૂલી, ઊપરમાં રૂ.399 અને નીચામાં રૂ.223 રહી, અંતે રૂ.74.50 ઘટી રૂ.304.50 થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.41.60 ખૂલી, ઊપરમાં રૂ.43.60 અને નીચામાં રૂ.31.65 રહી, અંતે રૂ.7.80 ઘટી રૂ.37.35 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.444 ખૂલી, ઊપરમાં રૂ.650 અને નીચામાં રૂ.303 રહી, અંતે રૂ.135 વધી રૂ.579 થયો હતો. સોનું-મિનીનવેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.32 ખૂલી, ઊપરમાં રૂ.35 અને નીચામાં રૂ.23 રહી, અંતે રૂ.5 વધી રૂ.32 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *