Maharashtra

કોરોનાના નવા વેરિયન્ટને લઈને બીએમસી અને કેન્દ્ર વચ્ચે વિવાદ

મુંબઈ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સામ સામે આવી ગયા હોય તેમ લાગે છે. મુંબઈમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ ઠઈના કેસ મળી આવ્યા હોવાની વાત મ્સ્ઝ્ર એ કરી છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નજીકના સૂત્રોએ બીએમસીના દાવાને નકારી કાઢતા કહ્યુ છે કે, દર્દીના નમૂનાના જીનોમ સિક્વન્સિંગ ઠઈ વેરિયન્ટની પુષ્ટિ કરતું નથી. આ પહેલા બુધવારે મ્સ્ઝ્રએ દાવો કર્યો હતો કે ૫૦ વર્ષની મહિલામાં કોરોનાના નવા સબ-વેરિયન્ટ ઠઈની પુષ્ટિ થઈ છે. જેમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. કોરોના સંક્રમિત મહિલાએ રસીના બંને ડોઝ લીધા છે. મ્સ્ઝ્ર અનુસાર, નવા પ્રકારની પુષ્ટિ કરવા માટે નમૂનાને વધુ વિશ્લેષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોમેડિકલ જીનોમિક્સ (દ્ગૈંમ્સ્ય્)ને મોકલવામાં આવશે. મ્સ્ઝ્રના દાવા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ થઈ ગયું છે. જાે કે, આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ દર્દીના નમૂનામાં ઠઈ વેરિયન્ટની હાજરીને નકારી કાઢી છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) જણાવે છે કે ઠઈ સબ વેરિયન્ટ ર્ંદ્બૈષ્ઠિર્હ ના મ્છ.૨ કરતાં ૧૦ ટકા વધુ ચેપી હોવાનું જણાય છે. ઉૐર્ં કહે છે કે ઠઈ મ્યુટેશન હાલમાં ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિયન્ટના ભાગ રૂપે ટ્રેક કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, શરદી, ત્વચામાં બળતરા વગેરેનો સમાવેશ થાય છે. યુકેમાં ૧૯ જાન્યુઆરીએ પ્રથમ વખત તેની શોધ થઈ ત્યારથી લગભગ ૬૩૭ કેસ નોંધાયા છે. યુકે હેલ્થ બોડી ઠડ્ઢ, ઠઈ અને ઠહ્લ નો અભ્યાસ કરી રહી છે. ઠડ્ઢ એ ર્ંદ્બૈષ્ઠિર્હ ના મ્છ.૧ પરથી ઉતરી આવ્યું છે. તો બીજીબાજુ, ઠહ્લ એ ડેલ્ટા અને મ્છ.૧ નું રિકોમ્બિનન્ટ વર્ઝન છે. અહેવાલમાં યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીના ચીફ મેડિકલ ઓફિસર સુસાન હોપકિન્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આવા પ્રકારને “રિકોમ્બિનન્ટ” તરીકે ઓળખવામાં આવે છે. ઠઈ વેરિયન્ટ થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ મળી આવ્યું છે. ઉૐર્ંએ કહ્યું છે કે મ્યુટેશન વિશે બીજું કંઈ કહી શકાય તે પહેલાં વધુ ડેટાની જરૂર છે. એવા કોઈ પુરાવા નથી કે ઠઈ રોગની તીવ્રતામાં વધુ ગંભીર છે. અત્યાર સુધી ઓમિક્રોનના તમામ પ્રકારો ઓછા ગંભીર હોવાનું જાેવામાં આવ્યું છે.

Coronas-New-Variant-XE.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *