Maharashtra

ગંગુબાઈના ટ્રેલર અને ‘ઢોલિડા’ ગીતથી આલિયાએ ચાહકો ફીદા કર્યા

મુંબઈ
આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આલિયાએ ફિલ્મના ટ્રેલર અને પછી ફિલ્મના પહેલા ગીત ‘ઢોલિડા’થી બધાને ચોંકાવી દીધા હતા. ત્યારથી આલિયાની ચારેબાજુથી ખૂબ પ્રશંસા થઈ રહી છે. આવી સ્થિતિમાં આલિયા ભટ્ટે કહ્યું છે કે, તે ચોક્કસપણે ખરાબ અભિનેત્રી અથવા ડાન્સર બની શકે છે, પરંતુ તેના માટે એવું ન કહી શકાય કે તે મહેનતુ નથી. અભિનેત્રીએ જણાવ્યું કે, ફિલ્મની અંદર બે ગરબા ગીતો છે. તે જ સમયે, તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે ઢોલિડા ગીતના છેલ્લા ભાગનું રિહર્સલ કર્યું ન હતું. તે એક જ શોટમાં પૂર્ણ થયું હતું. અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું- ફિલ્મની અંદર બે ગરબા ગીતો છે. બંને ગીતો એકબીજાથી ખૂબ જ અલગ છે. પહેલું ગીત ગંગા પર ફિલ્માવવામાં આવ્યું છે જ્યારે બીજું ગીત ગંગુબાઈ પર છે. આ ગીત ક્રુતિ મહેશે કોરિયોગ્રાફ કર્યું છે. ગંગા ગીતમાં એક અલગ પ્રકારની ઊર્જાની જરૂર હતી, ઢોલિડા ગીતનો છેલ્લો ભાગ પહેલા શૉટમાં જ પૂરો થઈ ગયો હતો, તેની પ્રેક્ટિસ નહોતી કર્રી આલિયાએ આગળ કહ્યું, ‘જ્યારે લોકો હવે તે ગીત જાેઈ રહ્યા છે ત્યારે તેઓને ગીતનો છેલ્લો ભાગ પસંદ આવી રહ્યો છે, દરેક લોકો કહી રહ્યા છે કે ગીત સારું છે, જે લોકો મને પસંદ નહોતા કરતા તેઓ પણ કહી રહ્યા છે કે આલિયાએ ખૂબ મહેનત કરી છે. મારે મારી જાતને સાબિત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. અંતે, મારે કેમેરાનો સામનો કરવો પડશે. તમે મને ખરાબ એક્ટર કહી શકો, તમે મને ખરાબ ડાન્સર કહી શકો. મને દરેક બાબતમાં ખરાબ કહી શકાય પણ આલિયા મહેનતુ નથી એવું કહી શકતા નથી.

Gangubai-Kathiawadi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *