મુંબઈ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારાએ પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના બોલ પર સિક્સર ફટકારીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. પૂજારાએ ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં આ સિક્સ ફટકારી હતી. શાહીનના બોલ પર અપર કટ મારતા પૂજારાએ બોલને બાઉન્ડ્રી બહાર મોકલી દીધો હતો.ચેતેશ્વર પૂજારા કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ૨માં જીેજજીટ સુસ્સેક્ષ ટીમ તરફથી ક્રિકેટ રમી રહ્યો છે. પાકિસ્તાની સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ તેની ટીમમાં રમી રહ્યો છે. જીેજજીટ સુસ્સેક્ષ ની ટીમ હાલમાં સ્ૈઙ્ઘઙ્ઘઙ્મીજીટ મીદ્દ્લેસેક્ષસામે ૪ દિવસીય મેચ રમી રહી છે. મેચના ત્રીજા દિવસે જીેજજીટ સુસ્સેક્ષની ટીમ બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી હતી. અહીં ટીમે માત્ર ૬ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ચેતેશ્વર પૂજારા ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન આફ્રિદી ઇનિંગની ત્રીજી ઓવરમાં પૂજારા સામે બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર શાહિને સારી લેન્થ પર બાઉન્સ બોલ ફેંક્યો, જેના પર પૂજારાએ અપર કટ મારતા બોલને બાઉન્ડ્રી બહાર મોકલી દીધો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ શોટના જાેરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયો જાેયા બાદ એક યુઝરે લખ્યું- દિલ જીતી લીધુ. જ્યારે, અન્ય એક યુઝરે લખ્યું- શાહીનના બોલ પર પૂજારાએ કેટલો શાનદાર શોટ ફટકાર્યો. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા જીેજજીટ સુસ્સેક્ષએ ૩૯૨ રન બનાવ્યા હતા. પૂજારાએ પ્રથમ ઇનિંગમાં માત્ર ૧૬ રન બનાવ્યા હતા. જવાબમાં સ્ૈઙ્ઘઙ્ઘઙ્મીજીટ મીદ્દ્લેસેક્ષએ પ્રથમ ઇનિંગમાં ૩૫૮ રન બનાવ્યા હતા. હાલમાં જીેજજીટ સુસ્સેક્ષ તેની બીજી ઇનિંગ રમી રહી છે. પૂજારાએ આ કાઉન્ટી સિઝનમાં અત્યાર સુધીમાં ૨ બેવડી સદી ફટકારી છે. તેણે છેલ્લી મેચમાં ડરહામ સામે ૩૩૪ બોલમાં ૨૦૩ રન બનાવ્યા હતા.
