Maharashtra

જય શાહને ૩૪માં જન્મદિવસે તમામ ક્રિકેટર્સે શુભેચ્છા પાઠવી હતી

મુંબઈ
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેમજ સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીએ બોર્ડના સેક્રેટરી જય શાહને ગુરુવારે ૩૪માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત સંખ્યાબંધ પૂર્વ અને વર્તમાન ક્રિકેટર્સે પણ જય શાહને જન્મદિવસના અભિનંદન આપ્યા હતા. સૌરવ ગાંગુલીએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે, જય શાહને જન્મદિવસની શુભેચ્છા..ઈશ્વર તેને સારું સ્વાસ્થ્ય અને આનંદમય તથા સફળતા સાથેનું દીર્ઘાયુષ્ય આપે તેવી પ્રાર્થના. ભારતના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે તેમજ ભારતની પૂર્વ મહિલા કેપ્ટન મિતાલી રાજે પણ જય શાહને જન્મદિવસની શુભકામાન આપી હતી. જય શાહને જન્મદિવસે શુભેચ્છા આપનાર અન્ય ખેલાડીઓમાં શિખર ધવન અને સુર્યકુમાર યાદવનો પણ સમાવેશ થયો હતો. જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી ઉપરાંત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ પણ છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *