Maharashtra

ટીમ ઈન્ડિયાના મોટા ખેલાડીઓ પણ વર્લ્ડ કપ નથી જીતી શક્યા ઃ રવિશાસ્ત્રી

મુંબઈ
પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઓમાનમાં રમાઈ રહેલી લિજેન્ડ્‌સ લીગ ક્રિકેટમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ટીમ ઈન્ડિયા પાસે અત્યાર સુધી માત્ર ૨ વિશ્વ વિજેતા કેપ્ટન છે. તમે હંમેશા જીતવા જાવ છો અને એવું નથી કે ખેલાડીઓનો ર્નિણય હંમેશા વર્લ્‌ડ કપ જીતથી થવો જાેઈએ. એક ખેલાડી તરીકે તમારી ક્રિકેટ કારકિર્દી કેવી હતી, તમે કેટલા સમય સુધી રમ્યા અને તમારી શ્રેષ્ઠ રમત દ્વારા તમને જજ કરાશે. ટીમ ઈન્ડિયા ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, ૨૦૧૯ વર્લ્‌ડ કપની સેમિફાઇનલ અને ૨૦૨૧ ્‌૨૦ વર્લ્‌ડ કપમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ગ્રુપ રાઉન્ડમાં હારી ગઈ હતી. આ ત્રણેય ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની હારનું કારણ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટનના ર્નિણયો હતા. આવી સ્થિતિમાં કોચ રવિ શાસ્ત્રી કેપ્ટનની સાથે પોતાનો બચાવ કરતા જાેવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ૨૦૧૧ અને ૧૯૮૩માં જ વર્લ્‌ડ કપ પર કબજાે કર્યો હતો, ૨૦૦૭માં ્‌૨૦ વર્લ્‌ડ કપ જીત્યો હતો અને ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી તરીકે છેલ્લી ૈંઝ્રઝ્ર ટુર્નામેન્ટ જીત્યા હતા.રવિ શાસ્ત્રી સતત સ્ટાર ખેલાડી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના સમર્થનમાં ઉભા જાેવા મળે છે. કોહલીની કેપ્ટનશીપ દરમિયાન રવિ શાસ્ત્રી લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા સાથે ડાયરેક્ટર અને કોચ તરીકે જાેડાયેલા રહ્યા. પૂર્વ કોચ શાસ્ત્રીએ વિરાટ કોહલીના બચાવમાં મોટું નિવેદન આપતા કહ્યું છે કે ટીમ ઈન્ડિયાના ઘણા સારા અને સિનિયર ખેલાડીઓ વર્લ્‌ડ કપ જીતી શક્યા નથી. વાસ્તવમાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રી મીડિયા સાથે વાત કરતી વખતે ટીમ ઈન્ડિયાના કેપ્ટનશિપ વિવાદ પર પોતાનું નિવેદન આપી રહ્યા હતા. જ્યારે એક રિપોર્ટરે તેમને વિરાટ કોહલીના કેપ્ટન તરીકે એક પણ ૈંઝ્રઝ્ર ટ્રોફી ના જીતવા પર સવાલ કર્યો. જેના પર શાસ્ત્રીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાના મોટા ખેલાડીઓ પણ વર્લ્‌ડ કપ જીતી શક્યા નથી, સૌરવ ગાંગુલી પણ વર્લ્‌ડ કપ જીતી શક્યા નથી, રાહુલ દ્રવિડ ક્યારેય વર્લ્‌ડ કપ જીતી શક્યા નથી, લક્ષ્મણ, કુંબલે, રોહિત શર્મા પણ વર્લ્‌ડ કપ જીતી શક્યા નથી, વિશ્વ કપ. તેનો અર્થ એ નથી કે તેઓ બધા ખરાબ ખેલાડીઓ છે. સચિન તેંડુલકરે પણ વર્લ્‌ડ કપ જીતવા માટે ૬ વર્લ્‌ડ કપ રમવા પડ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *