Maharashtra

ડિરેક્ટર અમર કૌશિકની આ ફિલ્મમાં શ્રદ્ધા અને વરુણ દર્શકોને ડરાવશે

મુંબઈ
બોલિવૂડમાં હોરર ફિલ્મોના એક સફળ અધ્યાય બાદ શરૂ થયેલા હોરર કોમેડી જાેનરની ફિલ્મો મહદઅંશે સફળતા મેળવી શકી છે. પ્રોડ્યુસર્સ અને એક્ટર્સ પણ હોરર કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ પર પોતાની પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થયેલી રાજ કુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘સ્ત્રી’ એ બોક્સ ઓફિસ ગજાવ્યું હતું. આ ફિલ્મની સ્ટોરી અધૂરી રાખવામાં આવી હતી અને ત્યારથી જ ફેન્સ આ ફિલ્મની સિક્વલની રાહ જાેઈ રહ્યા છે. હવે, મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે કે, ડિરેક્ટર અમર કૌશિકે આગામી પાર્ટની સ્ક્રિપ્ટ પૂરી કરી દીધી છે. આ ફિલ્મનું નામ ‘સ્ત્રી ૨’ રાખવામાં આવ્યું છે અને તેમાં શ્રદ્ધા કપૂર ચુડેલ અવતારમાં જાેવા મળશે અને એક પછી એક રાઝ પરથી પડદો ઉઠાવી દર્શકોને ડરાવશે. ફિલ્મમાં મસાલો ઉમેરવા માટે વરુણ ધવનની આ મહિને રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ભેડિયા’નું કેરેક્ટર પણ ઉમેરવામાં આવ્યું છે. આ ફિલ્મને પણ અમર કૌશિકે જ ડિરેક્ટ કરી છે અને તેમાં પણ શ્રદ્ધા કપૂરની સ્પેશિયલ એન્ટ્રી છે અને તે એક સોન્ગમાં નજર આવશે. ડિરેક્ટર અમર કૌશિક એક અનોખું હોરર યુનિવર્સ ઊભું કરી રહ્યા છે. પ્રોડ્યુસર દિનેશ વિજાન પણ હોરર યુનિવર્સને જમાવવા આતુર છે. આ કારણે જ ‘સ્ત્રી’, ‘રૂહી’, ‘ભેડિયા’ અને ‘સ્ત્રી ૨’ બાદ તેઓ ‘વેમ્પાયર’ કોન્સેપ્ટ પર આધારિત ફિલ્મ તૈયાર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને સામંથાને કાસ્ટ કરવામાં આવ્યા છે. ‘સ્ત્રી ૨’ તરફથી ઓડિયન્સ ને ખૂબ જ આશાઓ છે અને તે વાત અમર કૌશિકને પણ ખબર છે. આ કારણે જ ફિલ્મ સ્ક્રિપ્ટને અત્યંત રહસ્યમય અને સિચ્યુએશનલ કોમેડી બેઝ પર તૈયાર કરવામાં આવી છે અને ‘સ્ત્રી ૨’નું શૂટિંગ આગામી વર્ષની શરૂઆતના દિવસોમાં પ્લાન કરવામાં આવ્યું છે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *