Maharashtra

ડીડીએલનો સીન શાહિદ અને મીરાએ સ્વિટ્‌ઝર્લેન્ડમાં રીક્રીએટ કર્યો

મુંબઈ
મીરા રાજપૂતે સ્વિટ્‌ઝર્લેન્ડમાં વેકેશન દરમિયાન જૂની યાદો તાજી કરી હતી. રેલવે સ્ટેશન પર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો સીન કર્યા બાદ મીરાએ ટ્રેનમાંથી પોતાનો ફોટોગ્રાફ શેર કર્યો હતો. આ ફોટોગ્રાફમાં શાહિદ કપૂર અને મીરા એકબીજાનો હાથ પકડીને બેઠા છે અને બેકગ્રાઉન્ડમાં સ્વિસ આલ્પ્સ જાેવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ફોટોગ્રાફ ટ્રેન્ડ થતાં સ્વાભાવિકપણે અનેક ફેન્સને શાહરૂખ-કાજાેલની યાદ આવી હતી. જ્યારે કેટલાકે અન્ય એક ફોટોગ્રાફને જાેઈને જબ વી મેટને યાદ કરી હતી. શાહિદ-કરીનાની આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી. શાહિદ અને મીરા હાલ પોતાના સંતાનો મિશા અને ઝૈન સાથે વેકેશન પર છે. અગાઉ તેઓ લંડનમાં જાેવા મળ્યા હતા. સ્વિટ્‌ઝર્લેન્ડમાં વેજિટેરિયન ફૂડ શોધવામાં પડેલી તકલીફોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ મહિને તેમના લગ્નને સાત વર્ષ પૂરા થયા છે અને તેના સેલિબ્રેશનના ભાગરૂપે આ કપલ હાલ વેકેશન ટ્રિપ એન્જાેય કરી રહ્યું છે. ૯૦ના દાયકાની યાદગાર રોમેન્ટિક ફિલ્મોમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું નામ અચૂક લેવાય. શાહરૂખ અને કાજાેલની આ ફિલ્મમાં પ્લેટફોર્મ પરનો સીન આવે ત્યારે થીયેટર તાળીઓથી ગૂંજી ઊઠતું. શાહિદ અને મીરાએ હાલ સ્વિટ્‌ઝર્લેન્ડમાં ફેમિલી વેકેશન એન્જાેય કરી રહ્યા છે. તેમણે રેલવે પ્લેટફોર્મ પર શાહરુખ-કાજાેલના આ યાદગાર સીનને રીક્રીએટ કર્યો હતો.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *