મુંબઈ
ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા તાપસીએ ફિલ્મનું પોસ્ટર તેણે ઈન્સ્ટાગ્રામ પરથી રિલીઝ કર્યું હતું. આ પોસ્ટરને શેર કરતાં તાપસી પન્નુએ લખ્યું- અરે ! તાહિર રાજ ભસીન, આ શોર્ટકટ્સમાંથી બહાર આવવાનુ ક્યારે બંધ કરીશ ! શું આ વખતે સેવી તેને બચાવી શકશે ? તમને જલ્દી ખબર પડી જશે. લૂપ લપેટા માટે તૈયાર થઈ જાઓ.તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીનની ફિલ્મ લૂપ લપેટાનું ટ્રેલર રિલીઝ થયુ છે. તમને જણાવી દઈએ કે, આકાશ ભાટિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મનું ટ્રેલર રોમાંચથી ભરપુર જાેવા મળી રહ્યુ છે. ટ્રેલરમાં તાપસી અને તાહિરની લવ લાઈફ જાેવા મળી રહી છે. ફિલ્મમાં તાપસીને ઝડપી હોશિયાર અને તાહિરને આળસુ બતાવવામાં આવ્યો છે, જેને જુગાર રમવાનુ ખુબ પસંદ છે. આ દરમિયાન તાહિરને એક જવાબદારી મળે છે, પરંતુ તેને મળેલા ૫૦ લાખ રૂપિયા તે જુગારમાં હારી જાય છે.બાદમાં તેને પાસે પૈસા આપનાર તાહિરની પાછળ પડે છે. શું તેની ગર્લફ્રેન્ડ તેને આ સમસ્યામાંથી બહાર કાઢી શકશે ? આ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં નેટફ્લિક્સે ટિ્વટર પર કેપ્શનમાં લખ્યું, “૫૦ લાખ, ૫૦ મિનિટ. શું સમય રહેતા આ રેસ જીતી શકશે ? કે બધું ગુમાવશે ?,આકાશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત ૪ ફેબ્રુઆરીએ આવી રહી છે, ફક્ત નેટફ્લીક્સ પર.”તમને જણાવી દઈએ કે, આ પહેલા તાપસી પન્નુએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી ફિલ્મના ટ્રેલર રિલીઝ વિશે માહિતી આપી હતી.
