Maharashtra

દર્શન રાવલનું હોળી પહેલા નવું ગીત ગોરીયે ધૂમ મચાવી

મુંબઈ
અમદાવાદમાં જન્મેલા દર્શન રાવલ ઈન્ડિયાઝ રો ટેલેન્ટમાં જાેવા મળ્યા હતા. આ શોમાં તેનો અવાજ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તે ચોક્કસપણે અહીં ટોપ ૧૦ સ્પર્ધકોમાં પહોંચ્યો હતો પરંતુ આ શોનો વિજેતા બની શક્યો નહોતો. તેનાથી નિરાશ થવાને બદલે તેણે તમામ ધ્યાન તેના સંગીત પર આપ્યું. ગાયક હોવા ઉપરાંત, તે એક મોડેલ, અભિનેતા, સંગીતકાર અને લેખક પણ છે. તે ટૂંક સમયમાં એક ગુજરાતી ફિલ્મમાં પણ જાેવા મળવાનો છે. જ્યાં તે લીડ રોલ કરી રહ્યો છે.યુવા દિલોની ધડકન સિંગર દર્શન રાવલનું નવું ગીત ફરી એકવાર સંગીતપ્રેમીઓને ડોલાવવા જઈ રહ્યું છે. કભી તુમ્હ, ચોગડા, ઓ મહેરમા, હવા બંકે, એક તરફા, રબ્બા મહેર કરી અને જન્નત વે જેવી જાેરદાર કોમર્શિયલ હિટ ફિલ્મો પછી, સંગીત સેન્સેશન દર્શન રાવલ ફરી પાછો ફર્યો છે! તેમનું નવું સોલો, ‘ગોરીયે’ તેમના ચાહકોમાં હિટ બની ગયું છે! ગોરીયે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ નવા ગીતની વિશેષતા વર્ણવતા, ગાયક દર્શન રાવલે કહ્યું, “હું આ ગીતને આખરે રિલીઝ કરવા માટે ઉત્સાહિત છું. આ પહેલીવાર છે જ્યારે મેં કોઈ વીડિયોમાં ડાન્સ કર્યો છે અને મેં તેના શૂટિંગ માટે ધમાકેદાર તૈયારી કરી છે. હું છેલ્લા કેટલાક સમયથી આ ગીતને દુનિયા સમક્ષ લાવવાની રાહ જાેઈ રહ્યો છું. હવે જ્યારે તે આખરે રિલીઝ થયું છે, ત્યારે તેને મળેલા પ્રેમ માટે હું આભારી છું. ગીત વિશે વાત કરતા, ઈન્ડી મ્યુઝિક લેબલના એમડી નૌશાદ ખાને કહ્યું, “ગોરીયે એક મજેદાર, ઉત્સાહી ગીત છે અને દર્શને ગીતને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. ગીતને મળેલા અદ્ભુત પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ. એવું લાગે છે કે આ ઇન્ટરનેટ પરનો આગામી મોટો ટ્રેક હશે. વિડીયોમાં દર્શનના લુકએ પણ ધ્યાન ખેંચ્યું છે. તે સમગ્ર વિડીયોમાં કેઝ્‌યુઅલ છતાં સ્ટાઇલિશ લુકમાં જાેવા મળે છે. ગ્રુવી ગીત ગુરપ્રીત સૈની દ્વારા રચાયેલ છે, ગુરપ્રીત અને ગૌતમ શર્મા દ્વારા લખાયેલ છે અને નૌશાદ ખાન અને વોર્નર મ્યુઝિક ઈન્ડિયા દ્વારા નિર્મિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *