Maharashtra

દાદીએ પૌત્રને શરદી-ખાંસી થતાં કફ સિરપ પીવડાવી, ૨૦ મીનિટ બાદ શ્વાસ બંધ થઈ ગયા

મુંબઈ
મુંબઈમાં અઢી વર્ષના બાળકને કફ સિરપ પિવડાવ્યાના ૨૦ મિનિટ બાદ અચાનક બેભાન થઈ ગયો હતો. લગભગ ૧૭ મીનિટ બાદ તે ભાનમાં આવ્યો હતો. ધીમે ધીમે બાળકનું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ નોર્મલ થયા. બાળકની દાદી એક ડોક્ટર છે, જેણે બેભાન થયા બાદ તુરંત ઝ્રઁઇ આપ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જાે માનીએ તો, ઘટના ૧૫ ડિસેમ્બરની છે. ડોક્ટર મંગેશિકરે પૌત્રને ખાંસી અને શરદી થતાં તેને કફ સિરપ પિવડાવી હતી. ડોક્ટરે જણાવ્યું કે, લગભગ ૨૦ મીનિટ બાદ તેમના પૌત્રની નશ બંધ થઈ ગઈ અને તે શ્વાસ પણ નહોતો લેતો. હોસ્પિટલ લઈ જતી વખતે ડોક્ટર સતત તેને સીપીઆર આપતા રહ્યા હતા. ત્યારે જતાં બાળકના જીવમાં જીવ આવ્યો હતો. કહેવાય છે કે, સિરપ કોઈ મલ્ટીનેશનલ કંપની દ્વારા બનાવામાં આવી હતી. ડોક્ટરે આ પરિવારને તે સિરપની તપાસ કરી તો, ખબર પડી કે તેમાં કોલોરોફેનરાઈમાઈન અને ડેક્સટ્રોમેથોર્ફનના કંપાઉંડનું કોમ્બિનેશન છે. તેમનું માનવું છે કે, ખાંસીની દવા ભાગ્યે જ ત્રણ અથવા ચાર વર્ષથી નીચેના બાળકોને આપવી જાેઈએ. ડોક્ટર્સે કહ્યું કે, અમે તપાસ કરી પણ તેમાં ખાંસીની દવા ઉપરાંત કોઈ અન્ય કારણ ન મળ્યું. નસીબ કહેવાય કે તે સમયે હું ઘરે હતી અને બાળકને સીપીઆર આપતી રહી, બાકી પરિવારમાં શું થાત?.. સમગ્ર ઘટના સામે આવતા કેટલાય ડોક્ટર્સના નિવેદન સામે આવ્યા. વરિષ્ઠ બાળ રોગ નિષ્ણાંત વિજય યેવાલેએ કહ્યું કે, બાળક બેભાન થવું અને ખાંસીની દવા વચ્ચે સંબંધ બનાવો અઘરુ છે, વિજય યેવાલે રાજ્ય સરકારના બાળ ચિકિત્સા કોવિડ ટાસ્ટ ફોર્સના સભ્ય રહ્યા છે, તેમણે કહ્યું કે, મેં ક્યારેય પણ ચાર વર્ષથી નીચેના બાળકને કફ સિરપની ભલામણ નથી કરી. શરદી અને ખાંસી ગરમ સેક અથવા નેઝલ સેલાઈનથી પણ સાજા કરી શકાય છે. ૨૦૧૭માં યૂકેની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાની એક પ્રેસ રિલીઝમાં માતા-પિતાને આગ્રહ કરવામાં આવ્યો હતો કે તેઓ ખાંસી-શરદી માટે મધ-લીંબુનો ઉપયોગ કરે અને ઓવર દ કાઉંટર કફ સિરપ અને દવાઓને ઉપયોગ કરવાથી દૂર રહે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *