Maharashtra

ધર્મેન્દ્રને ઓનલાઈન જાેતા ચાહકે કહ્યું સૂઈ જાઓ સર…

મુંબઈ
ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ધર્મેન્દ્ર એવા કેટલાક સ્ટાર્સમાંથી એક છે જે તરત જ કોમેન્ટ બોક્સ પર તેના ચાહકોને પ્રેમભર્યા જવાબો આપે છે. મંગળવારે રાત્રે પણ જ્યારે ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર સમય પસાર કરી રહ્યા હતા, ત્યારે જ એક ચાહકે તેમને મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાને લઈને એક કોમેન્ટ કરી. ચાહકે તેને જણાવ્યુ કે હવે તેણે સૂઈ જવું જાેઈએ. ફેન્સની આ વાત પર અભિનેતા ધર્મેન્દ્રએ પણ તેને જવાબ આપ્યો હતો. જ્યારે ચાહકે ધર્મેન્દ્રને મોડી રાત સુધી ઓનલાઈન જાેયા તો તેણે કોમેન્ટ કરીને લખ્યુ કે, ‘આટલી રાતે જાગવું સ્વાસ્થ્ય માટે સારું નથી, સર સૂઈ જાઓ.’ ત્યારે મોડી રાતની આ પોસ્ટ પર લેજન્ડ ધર્મેન્દ્રએ પણ જવાબ આપ્યો અને કહ્યું- ‘ઊંઘના પણ પોતાના ટેન્ટ્રમ હોય છે, જેને ઘણી વાર સહન કરવુ પડે છે.’ ચાહકે ધર્મેન્દ્રની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી જેમાં તેણે તેની એક ફિલ્મનું સોંગ શેર કર્યું હતું – ‘મેં નિગાહેં તેરે ચેહરા સે હટાવુ કૈસેપ’ ધર્મેન્દ્રએ ૧૯૬૪ની ફિલ્મ ‘આપકી પરછાઈયાં’માં કામ કર્યું હતું. આ ફિલ્મનું ગીત તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતુ. આ વીડિયોને શેર કરતા ધર્મેન્દ્રએ કેપ્શનમાં લખ્યું- ‘નલિની જી ભગવાનના આશીર્વાદ તમારા પર છે કારણ કે તમારા બાળકો જાણે છે કે તેમણે શું કરવાનુ છે. આ ક્લિપ માટે આભાર.’ ટૂંક સમયમાં ધર્મેન્દ્ર આલિયા ભટ્ટ અને રણબીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતા જાેવા મળશે. લેજન્ડ ધર્મેન્દ્ર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જાેવા મળશે. તમને જણાવી દઈએ કે, કરણ જાેહર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને વાયકોમ ૧૮ના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ઉપરાંત જયા બચ્ચન અને શબાના આઝમી પણ છે.

Dharmendra-Deol.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *