મુંબઈ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ એનસીપી નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને ઇડી ઓફિસમાંથી મેડિકલ તપાસ માટે લઈ ગયા છે. તમને જણાવી દઈએ કે,નવાબ મલિકને દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં ૩ માર્ચ સુધી ઈડ્ઢ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ હાલ તપાસ તેજ કરી છે.ગુરુવારે એજન્સીએ નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને પણ આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, બુધવારે એજન્સીએ આઠ કલાકની પૂછપરછ બાદ નવાબ મલિકની ધરપકડ કરી હતી. એ નવાબ મલિકની અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર સાથે નાણાકીય વ્યવહાર અને મની લોન્ડરિંગ કેસના આરોપસર ધરપકડ કરી હતી. મલિકની ધરપકડ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓના કથિત હવાલા નેટવર્કની ઈડ્ઢની મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં છે. આ મહિનાની શરૂઆતમાં ઇડીએ એનઆઈએ કેસના આધારે ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં દાઉદના સહયોગીઓની ઘણી સંપત્તિઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મલિકની ધરપકડના ત્રણ મહિના પહેલા ભાજપના નેતા અને પૂર્વ ઝ્રસ્ ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે, તેણે અંડરવર્લ્ડ સાથે જાેડાયેલા બે લોકો પાસેથી મુંબઈના કુર્લામાં જમીન ખરીદી હતી.જાે કે મલિકે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને જવાબ આપ્યો હતો કે તે ખરીદી કાયદેસર છે. તમને જણાવી દઈએ કે,ઇડીએ મલિકની કસ્ટડી માંગતી વખતે કોર્ટમાં આ વ્યવહારની વિગતો પણ ટાંકી હતી. ટ્રાન્ઝેક્શન સંબંધિત દસ્તાવેજાે જાહેર કરતા ફડણવીસે કહ્યુ હતુ કે,કુર્લામાં એલબીએસ માર્ગ પર ૨.૮ એકરનો મલિકનો પ્લોટ છે. તેને ગોવાલા કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. મલિકના પુત્ર ફરાજ દ્વારા ૨૦૦૫માં સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ દ્વારા ૩૦ લાખમાં આ મિલકત ખરીદવામાં આવી હતી.
