Maharashtra

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે લોકડાઉનના સ્પષ્ટ સંકેતો આપ્યા

મહારાષ્ટ્ર
વધતા કોરોના કેસને લઈને ૩ જાન્યુઆરીના રોજ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. મુંબઈમાં વધી રહેલા આંકડાઓને જાેતા વિજય વડેટ્ટીવારે સંકેત આપ્યા છે કે મુંબઈ લોકલ અંગે ટૂંક સમયમાં કડક ર્નિણયો લેવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળની જેમ મીની લોકડાઉન લાદવાની પણ વાત કરી છે. જ્યારે આ અંગે આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે વધતા કેસોને લઈને મહારાષ્ટ્ર સજ્જ છે. જલદી જ ઓક્સિજનની જરૂરિયાત ૭૦૦ મેટ્રિક ટન સુધી પહોંચશે. વધુમાં જણાવ્યુ કે રાજ્યમાં લોકડાઉન અંગે અંતિમ ર્નિણય મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવશે. સતારામાં નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યું ‘જાે કોરોના સંક્રમણ આમ જ વધતું રહેશે તો રાજ્ય સરકારે આકરા ર્નિણયો લેવા પડશે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ ર્નિણય રાજ્યના તમામ ભાગોમાં લાગુ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં સંક્રમણ વધતા મમતા બેનર્જીએ લોકડાઉન લાદી દીધું છે. દેશના ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્‌યુ અથવા લોકડાઉન લાદવામાં આવ્યું છે. પરંતુ તે અસરકારક નથી. લોકોએ પણ પોતાની રીતે સાવચેતી રાખવાની જરૂર છે. જેથી સંક્રમણની ચેઈનને તોડી શકાય. અજિત પવારે વધુમાં કહ્યું કે, ‘નેતાઓએ પણ નિયમોનું પાલન કરવું પડશે. જાે આપણે નિયમોની અવગણના કરીશું તો અન્ય લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરવાનો કોઈ અર્થ નથી. જ્યારે પાંચ દિવસ સુધી સંમેલન ચાલ્યું ત્યારે ૧૦ મંત્રીઓ અને ૨૦ ધારાસભ્યો કોરોના સંક્રમિત જાેવા મળ્યા.જાે સંમેલન હજુ થોડા દિવસો ચાલ્યું હોત તો અડધાથી વધુ કેબિનેટ અને ધારાસભ્યો કોરોના પોઝિટિવ જાેવા મળ્યા હોત. તમને જણાવી દઈએ કે આજે વધુ ત્રણ ધારાસભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે મહારાષ્ટ્રના અત્યાર સુધીમાં ૨૫ ધારાસભ્યોને કોરોના થયો છે.મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં થયેલા વધારાને કારણે હાલ મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી છે. ત્યારે આ બધાની વચ્ચે નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે લોકડાઉનના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. કેબિનેટ મંત્રી વિજય વડેટ્ટીવાર અને મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે પરિસ્થિતિને જાેતા આજે અથવા આવતીકાલ સુધી શાળાઓ અને કોલેજાેને લઈને ર્નિણય લેવામાં આવશે.

Ajit-Pawar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *