મુંબઈ
ફરીદા જલાલ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી છે. ફરીદા લાંબા સમયથી બોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે અને આજે પણ તે દર્શકોને મનોરંજન પુરૂ પાડી રહી છે. તમને જણાવી દઈએ કે ફરીદાએ વર્ષ ૧૯૬૦માં બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં તેણે ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફરીદાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ તકદીરથી કરી હતી.વર્ષ ૧૯૭૦ થી ૮૦ સુધી ફરીદાએ ઘણા સહાયક પાત્રો ભજવ્યા હતા. પારસ,હિના અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી હિટ ફિલ્મોમાં તેમના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યુ. આ ફિલ્મો માટે ફરીદાને ફિલ્મફેર દ્વારા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જે બાદ ફરીદા જલાલ માતાના પાત્રો માટે ખુબ ફેમસ થઈ ગઈ. વર્ષ ૧૯૯૪માં ફરીદાને ફિલ્મ ‘મમ્મો’ માં શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. માત્ર હિન્દી સિનેમામાં જ નહિ પરંતુ ફરીદાએ ટીવીમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેણે યે જાે હૈ ઝિંદગી, દેખ ભાઈ દેખ ,જીજી અને શરારત જેવા શોમાં કામ કર્યું છે. ફરીદાએ અભિનેતા તરબેઝ બરમાવર સાથે વર્ષ ૧૯૭૮માં લગ્ન કર્યા.તમને જણાવી દઈએ કે, બંનેની મુલાકાત સેટ પર જ થઈ હતી.જાેકે, ફરીદાના પતિનું વર્ષ ૨૦૦૩માં અવસાન થયું હતું.