Maharashtra

ફિલ્મ જગતને વધુ એક ફટકો, કેદારનાથ ફેમ અભિનેતા અરુણ બાલીનું નિધન

મુંબઈ
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતનાર અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. અરુણ બાલીએ ૭૯ વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કેદારનાથ જેવી ફિલ્મોમાં કામ કરવાથી જાણીતા બન્યા હતા. આ ઉપરાંત તેમણે એકતા કપૂરની સિરિયલ કુમકુમમાં પણ યાદગાર અભિનય કર્યો હતો. અહેવાલો અનુસાર, અરુણ બાલીએ સવારે ૪.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેણે ઘણા દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યું હતું. મનોરંજન ઉદ્યોગ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એકતા કપૂરની સિરિયલ કુમકુમ થી જાણીતા અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. તેઓ ચાણક્ય, મર્યાદા, દૂસરા કેવલ જેવી સીરીયલોમાં દેખાયા હતા. આ ઉપરાંત ૩ ઈડિયટ્‌સ અને કેદારનાથ જેવી ફિલ્મોમાં પણ તેમણે યાદગાર અભિનય કર્યો હતો. તેઓ માયેસ્થેનિયા ગ્રેવિસ નામની એક ગંભીર બીમારીથી પીડિત હતા. જે એક ન્યુરોમસ્ક્યુલર બીમારી છે. જેમાં ચેતાતંતુ અને સ્નાયુઓ વચ્ચેનું સંયોજન ધીમે ધીમે નાશ પામે છે જેના કારણે તેઓને અગાઉ હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા હતા.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *