Maharashtra

ફિલ્મ જાેવા જઈ રહેલ મહિલા પાસે રિક્ષા ડ્રાઈવરે ભાડુ ન લેતા વિવેક અગ્નિહોત્રીએ આભાર માન્યો

મુંબઈ
તાજેતરમાં વિવેક અગ્નિહોત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક ઓટો રિક્ષા ચાલક ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જાેવા જતી મહિલાઓ પાસેથી ભાડું લેવાનો ઇનકાર કરતો જાેવા મળે છે. વીડિયોમાં ડ્રાઈવર કહે છે કે આ ફિલ્મ માટે આ તેની જાહેર સેવા છે. આ વીડિયોમાં ઓટો રિક્ષા ચાલક મહિલા પાસેથી પૈસા લેવાની ના પાડતો જાેવા મળે છે.પરંતુ મહિલા કહે છે કે અમે તમને પૈસા આપીશું. જેના જવાબમાં ડ્રાઇવરે કહ્યું કે તમે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જાેવા આવ્યા છો, તેથી હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. વિવેક અગ્નિહોત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લખ્યું ‘ભારત, માનવતા, સૌને સલામ, આભાર.’ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જાેવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યુ, મારો દેશ બદલાઈ રહ્યો છે. જ્યારે બીજાએ લખ્યું, ભારતની ઓળખ માનવતા છે. આ સિવાય બીજા ઘણા લોકો આ ઓટો ડ્રાઈવરના વખાણ કરતા જાેવા મળે છે. ફિલ્મ વિશે વાત કરીએ તો, ૧૧ માર્ચે ૬૫૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મની લોકપ્રિયતાને જાેતા હવે તેની સ્ક્રીન્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ ૯૦ના દાયકામાં કાશ્મીરમાં થયેલા નરસંહાર અને કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જાેશી, મૃણાલ કુલકર્ણી જેવા કલાકારો જાેવા મળ્યા છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે દુનિયાભરમાં લગભગ ૨૦૦ કરોડની કમાણી કરી લીધી છે.’ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બહુ ઓછા સમયમાં લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે.કેટલાક લોકો ફિલ્મના સમર્થનમાં તેને જાેવાની અપીલ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મ જાેનારાઓને ઘણા ફાયદા આપતા જાેવા મળી રહ્યા છે.

The-Kashmir-Files-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *