Maharashtra

બંગાળી ટીવી એક્ટ્રેસ પલ્લવી ડેએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

મુંબઈ
બંગાળી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી ખુબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. કોલકાતાની બંગાળી ટીવી એક્ટ્રેસ પલ્લવી ડેએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રવિવારે સવારે પલ્લવી ડેનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો છે. પોલીસની તપાસ પછી પલ્લવીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. પલ્લવીના મૃતદેહનો મૃતદેહ તેના જ ઘરમાં પંખાથી લટકતો મળ્યો હતો. જેના પછી તેને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. પલ્લવીના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે પોલીસે પલ્લવીએ આપઘાત કેમ કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. પલ્લવીના અચાનક આપઘાતની ખબરથી બંગાળમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પલ્લવી બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની એક ફેમસ એક્ટ્રેસ હતી. ટીવી શો મોન માને નામાં તે લીડ રોલમાં જાેવા મળતી હતી. પલ્લવીને ટીવી સીરિયલ રેશન ઝંપીમાં કામ કર્યા પછી ખાસ ઓળખ મળી હતી. પલ્લવીને તેના ફેન્સ ખુબ પસંદ કરતા હતા. પલ્લવીની એક્ટિંગ અને તેના કેરેક્ટરને લોક ખુબ પસંદ કરતા હતા. પલ્લવીની મોતની ખબરથી અનેક સ્ટાર્સ અને ફેન્સને ખુબ દુઃખ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *