Maharashtra

બિગ બોસ ફેમ અસિમ રિયાઝે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું

મુંબઈ
બિગ બોસ ફેમ અસીમ રિયાઝે પોતાના ન્યૂડ ફોટોઝ શેર કરી ખળભળાટ મચાવી દીધો છે. ફિટનેસનું ધ્યાન રાખતો અસિમ રિયાઝ પોતાની રિપ્ડ બોડીને ફ્લોન્ટ કરવાની એકપણ તક નથી છોડતો. હવે તેણે સોશિયલ મીડિયા પર ઘણા ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. અસિમની ફિટ બોડીએ બધાના હોશ ઉડાવી દીધા છે. તેણે કેપ્શનમાં લખ્યું આ ૨૦૧૭નું ફોટોશૂટ છે. અસિમ રિયાઝ સતત પોતાના ન્યૂડ ફોટોને શેર કરી રહ્યો છે. લેટેસ્ટ ફોટોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, રણવીરથી પ્રેરણા લીધી છે. તેના પર કેટલાક યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, રણવીર ભાઈએ બધાને બગાડી નાખ્યા છે. બીજાએ લખ્યું, ભાઈ કંઈક વધારે નથી થઈ ગયું. એક અન્ય યુઝરે લખ્યું. હાય ગરમી. ઘણા બધા ફેન્સે ફાયર અને હાર્ટ ઈમોજી પણ કમેન્ટ કરી છે. ફેન્સ અસિમના આ અવતારને જાેઈ ખુશ થઈ ગયા છે. રણવીર સિંહે હાલમાં એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેના પછી તે વિવાદોમાં ઘેરાય ગયો. હવે આવી સ્થિતિમાં લોકો એ પણ જાણવા માગે છે કે હવે જ્યારે રણવીરે પોતાનું ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું ત્યારે જ અસિમે પણ ફોટોઝ કેમ શેર કર્યા, શું તે પણ રણવીરની જેમ ચર્ચામાં આવવા માગે છે. ઉલ્લેખનીય છે કે રણવીરનો ફોટોશૂટ જાેયા પછી તેની વિરુદ્ધ મુંબઈ પોલીસે એફઆઈઆર દાખલ કરી દીધી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવીને મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રણવીર ટૂંક સમયમાં ‘સર્કસ’માં જાેવા મળશે. તે સિવાય તે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ સોશિયલ મીડિયાથી માંડી પોલિટિકલ ડિબેટ્‌સ સુધી છવાય ગયું છે. એક એક બોલિવૂડ સેલેબ્સ તેના આ ન્યૂડ લુક પર રિએક્શન આપી રહ્યા છે. કોઈનું કહેવું છે કે રણવીરનો ન્યૂડ ફોટોશૂટ આર્ટ છે. આ બધાની વચ્ચે હવે બિગ બોસ ૧૩ ફેમ અસિમ રિયાઝે પોતાનો ન્યૂડ ફોટોશૂટ શેર કર્યો છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *