મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર નિશાન સાધતા મ્સ્ઝ્રને ‘કૌભાંડોનો અડ્ડો’ ગણાવ્યો. આ દરમિયાન ફડણવીસે શિવસેનાના કાળા કારનામાનો પર્દાફાશ કરવા માટે તેમના સાથી મ્ત્નઁ કાઉન્સિલર અને મ્સ્ઝ્ર જૂથના નેતા પ્રભાકર શિંદેની પણ પ્રશંસા કરી હતી. વધુમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મ્સ્ઝ્રમાં કૌભાંડો અને લૂંટ ચાલી રહી છે,આ રાજ્યમાં આવું ભાગ્યે જ બન્યું હશે.હું છેલ્લા દોઢ વર્ષથી મ્સ્ઝ્રની પ્રવૃત્તિઓને નજીકથી જાેઈ રહ્યો છું. જ્યાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તે પણ કોઈ શરમ વગરપ! આવી સ્થિતિમાં કોવિડનું કારણ આપીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જાણી જાેઈને ઓનલાઈન બોલાવવામાં આવી હતી, જેમાં ભાજપના કાઉન્સિલરોને ગૃહમાં બોલવાની એક પણ તક આપવામાં આવી ન હતી. ઉપરાંત પૂર્વ ઝ્રસ્ ફડણવીસે આરોપ લગાવ્યો કે, શિવસેનાનું કામ માત્ર અને માત્ર મનસ્વી પદ્ધતિઓથી કામ કરવાનું છે. મ્સ્ઝ્રમાં સત્તારૂઢ શિવસેના સાથે મળીને વિપક્ષ પાર્ટી કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા ઈચ્છતી નથી.આવી સ્થિતિમાં કોઈ પણ પ્રોજેક્ટ પાસ કરતા પહેલા અનેક સવાલોના જવાબ મેળવવા જરૂરી છે, પરંતુ તેઓ માત્ર ઈજારાશાહી ચલાવીને પોતાના નિર્ધારિત ટાર્ગેટ પૂરા કરી રહ્યા છે, જેથી તેમના ખિસ્સા ભરાઈ શકે. જાે કે, કોવિડ સમયગાળા દરમિયાન લેવામાં આવેલા મ્સ્ઝ્રના ર્નિણયો પર આજે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જ્યાં તેનું એક કારણ માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર છે. તમને જણાવી દઈએ કે, રાજધાની મુંબઈમાં પાર્ટીના કાર્યક્રમમાં વાત કરતા ફડણવીસે રસ્તા બનાવવાના ગોટાળા પર મ્ત્નઁ કાર્યકરોનું ધ્યાન પણ ખેંચ્યું હતું. ફડણવીસના જણાવ્યા અનુસાર, મ્સ્ઝ્રએ સિમેન્ટના રસ્તા તોડીને ડામરના રસ્તા બનાવ્યા છે. ત્યારે હાલ મ્ત્નઁ નેતાએ મ્સ્ઝ્રના ખર્ચનુ વિશેષ ‘ઝ્રછય્ ઓડિટ’ કરવા માંગ કરી છે.
