Maharashtra

બોલીવુડની ક્વીન કંગના રનૌતે પોતાનો ૩૫મો જન્મદિવસની ઉજવણી કરી

મુંબઈ
બોલિવૂડની ક્વીન કંગનાનો જન્મ ૨૩ માર્ચ, ૧૯૮૭ના રોજ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની નજીક આવેલા સૂરજપુર ભાભનાલામાં થયો હતો, તેના માતા-પિતા ઇચ્છતા હતા કે તે ડોક્ટર બને, પરંતુ તે તેના માતા-પિતા સાથે ઝઘડો કરીને દિલ્હી આવી ગઈ.તમને જણાવી દઈએ કે, કંગના ૧૬ વર્ષની ઉંમરે દિલ્હી પહોંચી અને પછી મોડલ બની. તેના પિતા નહોતા ઈચ્છતા કે કંગના ફિલ્મોમાં કામ કરે. આ પછી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી, જાેકે આજે તેમનો પરિવાર કંગનાના દરેક ર્નિણયથી ખુશ છે. કંગનાએ ૨૦૦૬માં ફિલ્મ ગેંગસ્ટરથી ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ બોલિવૂડ પર પ્રભુત્વ મેળવવાની તેની સફર શરૂ થઈ.કંગનાએ અત્યાર સુધીમાં લગભગ ૩૪ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ઘણી મોટી હિટ સાબિત થઈ છે અને બીજી ઘણી ફિલ્મો કંગનાએ બોક્સ ઓફિસ પર કોઈ પુરુષ કલાકારો વગર પણ પોતાના દમ પર ચલાવી છે. જ્યારે બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોને એક વખત પણ નેશનલ એવોર્ડ નથી મળ્યો, ત્યારે કંગના એવી અભિનેત્રી છે જેને તેના શાનદાર કામ માટે ત્રણ વખત નેશનલ એવોર્ડ મળ્યો છે. કંગનાએ પોતાની ફિલ્મી કરિયરમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે દુશ્મનીનો માહોલ ઉભો કર્યો છે.એવું કહી શકાય કે અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં ભલે થોડા મિત્રો બનાવ્યા હોય પરંતુ દુશ્મનોની યાદી ઘણી લાંબી છે, જેમાં કરણ જાેહર,ઋતિક રોશન, અભ્યાસ સુમન, આદિત્ય પંચોલી, અપૂર્વ અસરાની જેવા ઘણા લોકો છે, જેમના પર કંગનાએ મોટા આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી.બોલિવૂડની ક્વીન કંગના રનૌત આજે પોતાનો ૩૫મો જન્મદિવસ ઉજવી રહી છે.અભિનેત્રી કંગના બિન્દાસ અંદાજને કારણે આજે લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે એટલું જ નહીં, પરંતુ આ અભિનેત્રી બોલીવુડથી લઈને સામાજિક, રાજકારણ સુધીના મુદ્દાઓ પર તેના અભિપ્રાય આપવા માટે પણ જાણીતી છે. બોલિવૂડમાં કામ કરવા છતાં કંગના આ ઈન્ડ્‌સ્ટ્રીના અનેક લોકો સામે સવાલ ઉઠાવતી જાેવા મળે છે. અભિનેત્રીના ફેન્સ તેને આ બાબાત પર પ્રોત્સાહિત કરતા પણ જાેવા મળે છે, પરંતુ કંગના પણ ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.

Kangana-Ranaut.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *