Maharashtra

બ્રહ્માસ્ત્ર ફિલ્મ રિલીઝ પહેલાં ફિલ્મમાંથી શાહરુખ ખાનનો લુક થયો વાઈરલ

મુંબઈ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ૯મી સપ્ટેમ્બરે થિયેટરોમાં રજૂ થશે. આ ફિલ્મ પહેલાં વર્ષ ૨૦૧૯માં રિલીઝ થવાની હતી. પહેલાં આ ફિલ્મ મે, ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે રિલીઝ થઇ ન હતી. રિલીઝ પહેલાં શાહરુખ ખાનનો લુક લીક થઇ ગયો છે. આ ફિલ્મમાં શાહરુખ કેમિયોના રોલમાં છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મનું ટ્રેલર જ્યારે જૂનમાં રિલઝ કરવામાં આવ્યું હતું તો નેટિઝન્સે તે ટ્રેલરનો સ્ક્રીનશોર્ટ શેર કરવાનું શરૂ કરી દીધું હતું અને પૂછી રહ્યા હતા કે શું આ શાહરૂખ ખાન છે, જે આ ટ્રેલરમાં વાયુના રૂપમાં દેખાય છે. હવે ઈન્ટરનેટ પર નવી તસવીર અને વીડિયો સામે આવ્યા છે જે ‘વાનર અસ્ત્ર’ના રૂપમાં કેમિયો કન્ફર્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ‘વાનર અસ્ત્ર’નો રોલ નિભાવે છે. વીડિયોમાં શાહરૂખ લોહીની આગની વચ્ચે જાેવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું ત્યારે જ ફેન્સે શાહરૂખને ફિલ્મમાં જાેઈ લીધો હતો. આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પહેલી જ વાર સાથે કામ કરી રહ્યાં છે. સૂત્રોના મતે, માયથોલોજીકલ પર આધારિત આ ફિલ્મમાં રણબીર કપૂર શિવાનો રોલ પ્લે કરે છે. તેનામાં સુપરપાવર હોય છે. આલિયા ઈશાનો રોલ પ્લે કરે છે અને તે શિવાને પ્રેમ કરતી હોય છે. અમિતાભ બચ્ચન શિવાના ગુરૂના રોલમાં છે. નાગાર્જુન પુરાતત્ત્વવિદનો રોલ પ્લે કરી રહ્યો છે. તે વારાણસી સ્થિત જૂનું મંદિર ફરી સ્થાપિત કરવા ઈચ્છે છે. ફિલ્મની વાર્તા ‘બ્રહ્માસ્ત્ર’ની આસપાસ ફરે છે. ભગવાન પાસે રહેલું સૌથી પાવરફુલ હથિયાર ‘બ્રહ્માસ્ત્ર’ કહેવાય છે. ફિલ્મમાં આ હથિયાર તૂટી ગયું છે અને ભારતના વિવિધ મંદિરોમાં તેના તૂટેલા ભાગ સાચવવામાં આવ્યા છે. ફિલ્મના પહેલાં ભાગમાં શિવાને એ વાતનો અહેસાસ થશે કે તેનામાં અલગ શક્તિ રહેલી છે અને તે બ્રહ્માસ્ત્રની નિકટ પહોંચે છે. ફિલ્મમાં વારાણસીમાં મંદિરના જીર્ણોદ્ધાર કરતાં સમયે નાગાર્જુનને બ્રહ્માસ્ત્રનો એક તૂટલો હિસ્સો મળે છે. આ ફિલ્મમાં તમને એકથી એક ચઢિયાતા એક્ટર જાેવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મૌની રોય છે. અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી બ્રહ્માસ્ત્ર ૯ સ્પ્ટેમ્બરના રોજ સિનેમાધરોમાં રિલીઝ થવાની છે.

File-01-Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *