Maharashtra

મધ્યપ્રદેશમાં પંચાયત સચિવની ૩ પત્ની ચૂંટણીમાં ઉભી રહેતા પતિ ફરાર

મુંબઈ
મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના દેવસર જિલ્લા વિસ્તાર હેઠળની ગ્રામ પંચાયત પિપરખાડનો છે. એક તરફ ત્રણેય પત્નીઓ તેના પર પ્રચાર માટે દબાણ કરી રહી હતી તો બીજી તરફ વહીવટી અધિકારીઓ તેની પાસે જવાબ માંગી રહ્યા હતા. જેથી વિવાદથી બચવા માટે સચિવે અનોખો રસ્તો કાઢ્યો છે. કટહદાના ગ્રામ પંચાયત સચિવ સુખરામ ગૌરની ત્રણ પત્નીઓ પિપરખાડ ગ્રામ પંચાયતમાંથી મેદાનમાં છે. જેમાં સરપંચ પદ માટે બે પત્નીઓ એકબીજાની સામસામે છે, જ્યારે એક પત્ની જનપદના સભ્યની ચૂંટણી લડે છે. આ કેસ ચર્ચામાં આવ્યા બાદ સુખરામની મુશ્કેલી વધી ગઇ છે. અધિકારીઓએ ગ્રામ પંચાયતના સચિવને કારણદર્શક નોટિસ ફટકારી છે. અધિકારીઓએ સુખરામને આ મામલે વહેલી તકે જવાબ આપવા જણાવ્યું છે. હિન્દુ મેરેજ એક્ટ હેઠળ કોઈ વ્યક્તિ પત્ની જીવિત હોય ત્યારે બીજા લગ્ન કરી શકે નહીં. પરંતુ, સુખરામે ત્રણ લગ્ન કર્યા છે! આવી સ્થિતિમાં યોગ્ય તપાસ થશે તો પંચાયત સચિવ પોતાની સરકારી નોકરી ગુમાવશે અને આ સાથે તેના પર ક્રિમિનલ કેસ પણ થઇ શકે છે. મુસીબત આવી પડતા પંચાયત સચિવ સુખરામ ગામ છોડીને ક્યાંક ફરાર થઈ ગયો છે. સુખરામે ૩૦ વર્ષ પહેલા કુસુમ કલી સાથે પહેલા લગ્ન કર્યા હતા. ત્યારબાદ ૧૦ વર્ષ પહેલા ગીતા સાથે બીજા લગ્ન અને બે વર્ષ પહેલા ઉર્મિલા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. ત્રણેય પત્નીઓ ગામમાં રહે છે. જાેકે, તેમના ઘર અલગ છે. હવે આ મામલે વિવાદ થયો છે.મધ્યપ્રદેશમાં ત્રણ સ્તરની પંચાયતની ચૂંટણી જાહેર થવાની સાથે જ ઉમેદવારીપત્ર ભરવાના શરૂ થઇ ગયા છે. ચૂંટણીના પડઘમ વચ્ચે અનેક વાતો પણ બહાર આવી રહી છે. ચૂંટણી મેદાનમાં ક્યાંક સાસુ-વહુ આમને સામને છે તો ક્યાંક દેરાણી પોતાની જેઠાણી સામસામે છે. ઘણા કિસ્સા તો ખૂબ જ વિચિત્ર છે, જેથી તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે, જેની ચર્ચા આખા રાજ્યમાં થઈ રહી છે. કટહદા ગ્રામ પંચાયતમાં સચિવને ત્રણ પત્નીઓ છે અને આ ત્રણેય પત્નીઓ ગ્રામ પંચાયત ચૂંટણી લડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *