Maharashtra

મને કોઈ લક્ષણો નથી, પણ રિપોર્ટ પોઝીટીવ છે ઃ ફરદીન ખાન

મુંબઈ
ફરદીન ખાન ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ તેના પિતા ફિરોઝ ખાનનો વારસો સંભાળી રહ્યા છે. વાસ્તવમાં ફિરોઝ ખાને બેંગ્લોરમાં ફાર્મહાઉસ લીધું હતું. જેમાં તે ઘોડા રાખતા હતા અને ફરદીન આ ફાર્મહાઉસની સંભાળ રાખે છે.ફરદીન ખાને વર્ષ ૧૯૯૮માં ફિલ્મ ‘પ્રેમ અંગન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો. જે બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી. તે છેલ્લે ૨૦૧૦માં આવેલી ફિલ્મ દુલ્હા મિલ ગયામાં સ્ક્રીન પર જાેવા મળ્યો હતો. આ પછી તેણે અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી અને લંડન ચાલ્યા ગયા.કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ વાયરસના કારણે ફિલ્મોનું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું છે, તો બીજી તરફ બોલિવૂડ સેલેબ્સના કોરોના પોઝિટિવ હોવાની માહિતી સામે આવી રહી છે. હવે બુધવારે અભિનેતા ફરદીન ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેતાએ તેના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર તેના કોરોના પોઝિટિવ હોવા અંગે એક પોસ્ટ શેર કરી છત ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી, અભિનેતાએ કહ્યું કે તે પોતે આઇસોલેટ થઇ ગયો છે. ફરદીન ખાને ટિ્‌વટર પર પોસ્ટ શેર કરી અને લખ્યું, મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સદભાગ્યે મને કોઈ લક્ષણો નથી. આ વાયરસમાંથી સાજા થઈ રહેલા તમામ લોકોને મેં મારા સંદેશા મોકલ્યા છે. બાકી આરામ કરો. અભિનેતાએ આગળ લખ્યું, “જાે સહેજ પણ શંકા હોય, તો તમારો કોવિડ ટેસ્ટ કરવાનું ચાલુ રાખો, કારણ કે આ પ્રકાર બાળકોને પણ ઝડપથી ચેપ લગાડે છે અને તેમને ખૂબ જ મર્યાદિત માત્રામાં દવા આપી શકાય છે.” હેપી આઇસોલેશન.

Fardin-khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *