Maharashtra

મહારાષ્ટ્રના મંત્રાલયમાં છઠ્ઠા માળેથી એક શખ્સે છલાંગે લગાવી, આ રીતે બચ્યો જીવ

મુંબઈ
મહારાષ્ટ્રના મંત્રાલયમાં છઠ્ઠા માળેથી એક શખ્સે છલાંગે લગાવી દીધી હતી. ઉપરથી કુદ્યા બાદ તે પ્લાઈવુડ સાથે ટકરાવાના કારણે ઘાયલ થઈ ગયો હતો. પણ નીચે સુરક્ષા જાળીમાં પડવાના કારણે તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ ત્યાં આવી પહોંચી અને શખ્સને બચાવી લીધો હતો. તેની સાથે જ સ્થાનિક પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી હતી. કહેવાય છે કે, તેણે ગર્લફ્રેન્ડને ન્યાય અપાવવા માટે થઈને છઠ્ઠા માળેથી કુદકો મારી દીધો હતો. બીડ જિલ્લાના જાેગેશ્વરીનો રહેવાસી ૪૩ વર્ષના બાપૂ નારાયણ મોકાશેનો દાવો છે કે તેની પ્રેમિકાની સાથે કથિત રીતે રેપ થયો હતો. ત્યાર બાદ તેણે ૨૦૧૮માં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પણ પોલીસે આ મામલામાં યોગ્ય તપાસ કરી નહીં. તે સતત સ્થાનિક પોલીસ ચોકીના ચક્કર લગાવતો રહ્યો, પણ પોલીસ વિભાગે તેને કોઈ જવાબ આપ્યો નહીં. એટલા માટે તે મંત્રાલયમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા આવ્યો હતો. જાે કે, તેને સીએમ સાથે મળવાની એન્ટ્રી મળી શકી નહીં. કારણ કે મંત્રાલયમાં કેબિનેટ બેઠક હતી. ત્યાર બાદ બપોરે ત્રણ વાગે હતાશ થઈને બાપૂ નારાયણે મંત્રાલયના છઠ્ઠામાળેથી નીચે કુદી છલાંગ લગાવી દીધી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં જાેઈ શકાય છે કે, તે શખ્સ સુરક્ષા જાળીમાં પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *