Maharashtra

મહારાષ્ટ્રમાં ભાજપના ૩૬ લોકો સામે કોરોના નિયમોનું ઉલ્લંઘનની ફરિયાદ નોંધાઈ

મહારાષ્ટ્ર
ગયા વર્ષે મહારાષ્ટ્ર પોલીસે પૂણેમાં એક લગ્ન સમારંભમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ભાજપના ધારાસભ્ય મહેશ લાંડગે સહિત ૬૦ લોકો સામે કેસ નોંધ્યો હતો. આ પહેલા પણ મહારાષ્ટ્રના પૂણે શહેરમાં ભાજપ ધારાસભ્યના લગ્નમાં સલામત સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં કોરોના રોગચાળા વચ્ચે આ લગ્ન સમારોહમાં ઘણા લોકોએ હાજરી આપી હતી અને ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લોકો માસ્ક વિના જાેવા મળ્યા હતા.મહારાષ્ટ્રના બુલદાના જિલ્લામાં મહારાષ્ટ્ર પોલીસે ભાજપના ધારાસભ્ય શ્વેતા મહાલે અને અન્ય ૩૫ લોકો સામે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈ કેસ નોંધ્યો છે. આ સાથે જ ગઈ ૧૯મી ફેબ્રુઆરીએ સ્થાનિક સંસ્થા ‘શિવ જયંતિ સમિતિ’ દ્વારા શિવાજી મહારાજના જન્મદિવસે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ખાસ આયોજન મહિલાઓ માટે કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાજપના ધારાસભ્ય શ્વેતા મહાલેની સાથે રાજ્યના અન્ય પાર્ટી કાર્યકર્તાઓ અને મહિલા અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. નોંધપાત્ર રીતે કોરોના રોગચાળાને નિયંત્રિત કરવા માટે સરકારે લોકોને તેના પ્રોટોકોલનું પાલન કરવાનું કહ્યું છે, જે અંતર્ગત ભીડથી દૂર રહેવું, માસ્ક પહેરવું અને શારીરિક અંતર રાખવુ મહત્વપૂર્ણ છે. આ સમગ્ર મામલો બુલદાણા જિલ્લાના ચિકલી શહેરનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં શ્વેતા મહાલે કહેતી જાેવા મળી રહી છે, “અમારી બાઈક રેલી શાંતિપૂર્ણ માર્ગ પર હતી. જાે પોલીસે અમારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે, તે પણ શિવ જયંતિની ઉજવણી માટે તો અમને તેનું ગર્વ છે અને અમે વારંવાર આવું કરતા રહીશું. આ દરમિયાન પોલીસે ભાજપ ધારાસભ્ય શ્વેતા મહાલે અને અન્ય ૩૫ મહિલાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૮૮, ૨૬૯ અને ૨૭૦ હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા કેસ નોંધ્યો છે. આ સાથે મહામારીના કાયદાની કલમો લગાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી કોવિડના તમામ નિયમોમાં છૂટ આપવામાં આવી નથી. જિલ્લામાં કલેકટરે હજુ સુધી કલમ ૧૪૪ હટાવી નથી, આવી સ્થિતિમાં રેલીની પરવાનગી પણ આપવામાં આવી નહતી. એટલા માટે કોવિડના નિયમો તોડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *