Maharashtra

‘મા ઓ મા’ ટાઈટલ ધરાવતા મ્યૂઝિક વીડિયો સાથે કમબેકની કરી તૈયારી

મુંબઈ
યાદગાર હિન્દી ફિલ્મ રામ તેરી ગંગા મૈલીને કદાચ જ કોઈએ ન જાેઈ હોય તેવું બની શકે, પરંતુ તેનું નામ પણ ન સાંભળ્યું હોય તે શક્ય નથી. વીતેલા જમાનાની સુપરહિટ ફિલ્મના કારણે જાણીતી બનેલી એક્ટ્રેસ મંદાકનીએ મ્યૂઝિક વીડિયો સાથે કમબેકની તૈયારી કરી છે. ‘મા ઓ મા’ ટાઈટલ ધરાવતા મ્યૂઝિક વીડિયોનું પોસ્ટર તેમણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું હતું. આ વીડિયોથી મંદાકિનીનો દીકરો રાબિલ ઠાકુર પણ એક્ટિંગમાં ડેબ્યુ કરશે. રામ તેરી ગંગા મૈલીમાં બિન્દાસ અને બોલ્ડ સીન આપનારી મંદાકનીએ મ્યૂઝિક વિડિયોના પોસ્ટરમાં સલવાર સૂટ પહેર્યા છે અને સાથે દીકરો રાબિલ છે. મા ઓ મા ને સાજન અગ્રવાલે લખ્યું છે, જ્યારે બાબિલ હક અને મીરાએ મ્યૂઝિક કમ્પોઝ કર્યું છે. રિશભ ગરીએ ગીત ગાયું છે અને તેને ગુરુજી કૈલાશ રાયગર બનાવી રહ્યા છે. ફર્સ્ટ લૂક શેર કરતાં મંદાકિનીએ ફેન્સને કમેન્ટ કરવા કહ્યું હતું. મંદાકિનીના આ કમબેકને અનેક ફેન્સે વધાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મંદાકિનીએ બોલિવૂડમાં રામ તેરી ગંગા મૈલીથી ડેબ્યુ કર્યું હતું. રાજીવ કપૂર સાથેની આ ફિલ્મના કેટલાક દૃશ્યોના કારણે વિવાદ થયો હતો, પરંતુ એકંદરે ફિલ્મ સુપરહિટ રહી હતી. બાદમાં મંદાકિનીએ ગોવિંદા, મિથુન ચક્રવર્તી સાથે કામ કર્યું હતું. ૧૯૯૬માં મંદાકિનીની છેલ્લી ફિલ્મ જાેરદાર રિલીઝ થઈ હતી. મંદાકિનીના કમબેક ગણાતા આ મ્યૂઝિક વીડિયોમાં લીડ રોલ રાબિલનો છે અને તેનું શૂટિંગ ગણતરીના દિવસોમાં શરૂ થઈ જશે.

Mandakini-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *