Maharashtra

મુંબઇ સાકીનાકા રેપ કેસમાં આરોપીને ફાંસીની સજા

મુંબઈ,
સાકીનાકા રેપ અને મર્ડર કેસમાં આરોપીને કોર્ટે સજાની જાહેરાત કરી છે. આરોપી મોહન ચૌહાણે દિંડોશી કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં મોહન ચૌહાણે એક મહિલાની સાથે બળાત્કાર ગુજારી તેની ર્નિમમ હત્યા કરી હતી, ત્યારબાદ ૧૧ સપ્ટેમ્બરના રોજ પીડિત મહિલાનું મુંબઇના રાજાવાડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જાેકે સાકીનાકા રેપ અને મર્ડર કેસમાં અભિયોજન પક્ષે બુધવારે ૪૫ વર્ષીય દોષી માટે મોતની સજા ફટકારવાનો અનુરોધ કર્યો હતો, જેને ગત સપ્ટેમ્બરમાં મુંબઇના સાકીનાકા વિસ્તારમાં ૩૪ વર્ષની એક મહિલાની સાથે રેપ ગુજાર્યો હતો અને તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખીને તેની હત્યા કરી હતી. અભિયોજને કહ્યું કે આ અપરાધ દુર્લભતમ શ્રેણીમાં આવે છે. આરોપી મોહન ચૌહાણને ૩૦મેના રોજ એડિશનલ સત્ર ન્યાયાધીશ (ડિંડોશી કોર્ટ) એચ સી શેંડે દ્રારા રેપ અને મર્ડર માટે ભારતીય દંડ સંહિતાના વિભિન્ન જાેગવાઇઓ હેઠળ દોષી ગણાવ્યા હતા. તો બીજી તરફ કોર્ટે દોષીને ફાંસીની સજાની જાહેરાત કરી છે. ‘મહિલાઓ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા અધિવક્તા મહેશ મૂલેએ બુધવારે કોર્ટમાં દલીલ કરી હતી કે આ એક મહિલા અને તે અનુસૂચિત જાતિની મહિલા વિરૂદ્ધ અપરાધા છે, જે તેને વધુ ગંભીર બનાવે છે, તેમણે કહ્યું કે આ રાત્રે એક સહાય, એકલી મહિલા પર ભીષણ હુમલો છે, જેથી મુંબઇ જેવા મહાનગરોમાં મહિલાઓની સુરક્ષાને લઇને ડર પેદા કરે છે.

India-maharashtra-mumbai-Sakinaka-Case-Rap-Court-Order-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *