Maharashtra

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પરના અકસ્માતમાં ૨૪ કલાકમાં ૬ના મોતથી પોલીસ એક્શન મોડમાં

મુંબઈ
પાલઘરના આમગાવમાંથી પસાર થતાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પરના પુલ નજીક ૨૪ કલાકની અંદર રોડ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હોવાના મામલામાં પોલીસ એક્શનમાં આવી છે, પોલીસે આ અકસ્માતોને જાેતા રોડ બનાવનારી આર કે. ઈન્ફ્રા પ્રાં. લિમિટેડ વિરુદ્ધ ૈંઁઝ્ર ૩૦૪ ટ્ઠ, ૨૭૯, ૩૩૭,૩૩૮, ૪૨૭,૩૪ દ્બદૃટ્ઠષ્ઠં ૧૮૪ અંતર્ગત ફરિયાદ નોંધી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આમગામ નજીક સોમવારે રાતે ક્રેટા કાર અને આયસર ટેમ્પોની વચ્ચે થયેલા અકસ્માતમાં કુલદીપ મૌર્ય, શ્રીકૃષ્ણ મિશ્રા, વિરેનકુમાર મિશ્રા, દેશાઈનું મોત થઈ ગયું હતું. જ્યારે એક જણ ઈજાગ્રસ્ત થયો હતો. મંગળવારે બરાબર આ જ જગ્યાએ દિવસના બે વાગ્યાની આસપાસ આર્ટિકા કાર અને આયસર ટેમ્પોના જાેરદાર અકસ્માતમાં ધ્વનીત વિનોદચંદ્ર પટેલ અને હિતેન્દ્ર સિંહ હિમ્મત સિંહ રાઠો઼ડનુ મોત થઈ ગયું હતું. જ્યારે ભુવનેશ્વર મહિન્દ્ર જાધવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંને દુર્ઘટના પાછળ બિસ્માર રસ્તો કારણભૂત બન્યો હતો. ત્યારે આવા સમયે તલાસરી પોલીસે રોડની દેખરેખ રાખતી અને જાળવણી કરતી કંપની આર કે જૈન ઈન્ફ્રાં લિમિટેડના અધિકારીઓ અને મેનેજમેન્ટ સાથે પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હાઈવે પર ઘોડબંદર અને પાલઘર જિલ્લાના દાપચારીની વચ્ચે ૧૦૦ કિમીનો ભાગ જીવલેણ સાબિત થયો છે. આ વર્ષે આ રુટ પર ૨૬૨ દુર્ઘટનાઓ થઈ છે. તેમાંથી ૬૨ લોકોના મોત થયા છે. જ્યારે ૧૯૨ લોકો ઘાયલ થયા છે. તેમાંથી મોટા ભાગના લોકો ફુલ સ્પિડના કારણે દુર્ઘટનાનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. પણ રોડની ખસ્તા હાલત, જાળવણીનો અભાવ અને ડ્રાઈવરો માટે સાઈનબોર્ડની કમી પણ દુર્ઘટના માટે જવાબદાર હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રની હાઈવે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટી નજીક જ્યાં સાયરસ મિસ્ત્રીનો અકસ્માત ૪ સપ્ટેમ્બરના રોજ થયો હતો, ત્યાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૨૫ જેટલા ગંભીર અકસ્માત થયા છે અને તેમાં ૨૬ જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ચિનચોટી નજીકથી પસાર થતા આ હાઈવે પર આ જ સમય દરમિયાન ૨૫ વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે ૩૪ જેટલા ગંભીર અકસ્માત થયા છે. માનોર નજીક આ જ હાઈવે પર આ જ વર્ષમાં લગભગ ૧૧ વ્યક્તિઓના મૃત્યુ થયું છે. જ્યારે ૧૦ જેટલા અકસ્માત થયા છે. અકસ્માતની વાત કરીએ તો ચારોટી આ ૫૦૦ મીટરના રોડનું બ્લેક સ્પોટ છે. મુંબઈ જવા માટે રોડ સુર્યા રિવર બ્રિજ પહેલા એક વળાંક લે છે. પછીથી આગળ જતા ત્રણ લેનની ટુ લેન થઈ જાય છે. જ્યારે દેશના બે મોટા શહેરો મુંબઈ અને અમદાવાદને જાેડતા રોડની આવી હાલત હોય તો, દેશના બીજા વિસ્તારમાં રસ્તાની કેવી હાલત હશે, તેનો અંદાજ લગાવી શકાય. દેશની ઈકોનોમી માટે રસ્તાના મહત્વને એ વાત પરથી સમજી શકાય કે, દેશનો ૨/૩થી વધારે સામાન ટ્રાંસપોર્ટ રસ્તા પરથી થાય છે. પણ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યૂરોના આંકડા મુજબ ગત વર્ષે દેશમાં રોડ અકસ્માતમાં રેકોર્ડ ૧.૫૫ લાખથી વધારે લોકો માર્યા ગયા હતા. દરરોજ ૪૨૬ એટલે કે, દર કલાકે ૧૮ લોકોના મોત રોડ અકસ્માતમાં થાય છે. નિશ્ચિતપણે ભારતે, દુનિયાનું સૌથી મોટુ રોડ નેટવર્ક બનાવી લીધું છે, પણ તેની જાળવણી પર ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. કંસ્ટ્રક્શનમાં ધાંધલી પર પણ સવાલો ઊભા થાય છે. ભારતે ૫૮.૯ લાખ કિમીનું રોડ નેટવર્ક ઊભું કર્યું છે. આ દુનિયામાં બીજી નંબરની સૌથી મોટી જાળ છે. પણ વાહિયાત નિર્માણ અને ખરાબ મેંટનેસના કારણે મોટા ભાગના રોડની હાલત ભંગાર છે. કોરોના મહામારીથી પહેલા દેશમાં ચાર મિનિટમાં એક ભયંકર રોડ અકસ્માત થતો હતો. ભારતમાં દુનિયાની ફક્ત ટકા ગાડીઓ છે. પણ રોડ અકસ્માતમાં દુનિયામાં થનારા કુલ મોતમાં ૧૧ ટકા ભારતમાં થાય છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *