Maharashtra

મુંબઈ જતી ટ્રેનમાં મુસાફરનું હાર્ટએટેકથી મોત

 

પાલનપુર
મૂળ રાજેસ્થાનના વતની અને મુંબઈ સ્થાઇ થયેલા નરેન્દ્ર જૈન અને તેમની પત્ની પદમા જૈન સૂર્યનગરી ટ્રેનમાં આબુરોડથી બેઠા હતા ૫૩ વર્ષીય નરેન્દ્રભાઈની અચાનક જ આબુરોડથી દસ-પંદર કિલોમીટર દૂર તબિયત બગડી હતી પહેલા વોમિટ થઇ અને તે બાદ વોમીટ સાથે ખૂન નીકળવા લાગી ગયું હતું.ટ્રેનમાં સાથે મુસાફરી કરી રહેલા મુસાફરો એ તાત્કાલિક ટિકિટ ચેકરનું ધ્યાન દોરી સારવાર માટે કહ્યું હતું. પાલનપુર રેલવે સ્ટેશન પર ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને ઉભી રખાવી હતી સાથી મુસાફરોએ દર્દીને સ્ટ્રેચર પર લઈ સિવિલ લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.જેના પગલે મુસાફરો રોષ સાથે રેલવે સ્ટેશને આવી રેલવે સ્ટેશનની કચેરીમાં ઘૂસીને મુસાફરોએ હોબાળો મચાવી રેલવેમાં જે ઓન ડ્યુટી હોય તે તમામને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ માંગ કરી હતી. અને સમયસર સારવારના અભાવે રેલ રેલયાત્રીનું મોત થયું હોવાનું લેખિતમાં ફરિયાદ કરીને જણાવ્યું હતું. રાત્રે ૦૧ઃ૦૪ કલાકે પ્લેટફોર્મ નંબર એક પર આવેલી સૂર્યનગરી ટ્રેન ૦૫ઃ૩૬ કલાકે પાલનપુર જંકશન પરથી ગંતવ્ય સ્થાને જવા માટે રવાના થઇ હતી. મુસાફરોનો ભારે આક્રોશ હતો કે રેલવે સ્ટેશન પર મેડિકલ ટ્રીટમેન્ટ માટે સ્ટાફ કેમ નથી ભારે દબાણ કરતા રેલ્વે પ્લેટફોર્મ પર પ્રાથમિક સારવાર માટેના ફરજ પરના મહિલા તબીબ રાત્રે ૦૩ઃ૩૦ વાગે હાજર થયા હતા જેને લઇ મુસાફરો નારાજ થયા હતા. “સૂર્યનગરી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર એક પર ઉભી રહેતા રાત્રિના સમયે અવર-જવર કરતી અન્ય ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.” તો બીજી તરફ ટ્રેન પાંચ કલાક મોડી પડતાં તમામ સ્ટેશન પર તેની અસર જાેવા મળી હતી. હજારો યાત્રિકો આ ઘટનાને લીધે તકલીફમાં મુકાયા હતા. ૪૫ મિનિટનો સમય હોવા છતાં પાલનપુર રેલવેના સ્ટાફે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરીને રાખી ન હતી જેને લઇ તમામ મુસાફરોમાં આક્રોશ હતો અમે મૃતદેહને ટ્રેનમાં મુંબઈ જવાની વાત કરતાં ટ્રેન ૫ઃ૩૬ વાગ્યા સુધી પડી રહી હતી પરંતુ એક પણ મુસાફરે જીદ કરી ન હતી.આબુરોડથી મુંબઈ જઈ રહેલા રેલ યાત્રીની આબુ રોડ નજીક જ તબિયત બગડતા રેલવેના સ્ટાફને ફરિયાદ કરવા છતાં સમયસર સારવાર ન મળતા પત્ની સાથે મુસાફરી કરી રહેલા મુસાફરનું હાર્ટ એટેકથી મોત થયું હતું. રેલ્વે તંત્રએ લાપરવાહી દાખવી હોવાનું કહીં સૂર્યનગરી ટ્રેનના મુસાફરોએ પાલનપુર જંકશન પર હોબાળો મચાવ્યો હતો. મૃતદેહનું પીએમ કરાવી ટ્રેનમાં જ મૃતદેહ લઈ જવા ૫ કલાક ટ્રેક પર ટ્રેન પડી રહી હતી.પાલનપુર રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.જ્યારે ટ્રેનના મુસાફરોએ રેલ્વે સ્ટાફની ગંભીર બેદરકારી હોવાનું પાલનપુર રેલવે સ્ટેશનની ફરિયાદ બુકમાં લખાવ્યું હતું.

Death-by-vehicle-collision.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *