મુંબઈ
મહારાષ્ટ્ર ના મુંબઈમાં વધી રહેલા કોરોના અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંક્રમણને ધ્યાનમાં રાખીને મ્સ્ઝ્ર દ્વારા ખાનગી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મ્સ્ઝ્રએ તમામ ખાનગી હોસ્પિટલોને મહત્તમ બેડની સમાન ક્ષમતાને ફરીથી સક્રિય કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ જાે એસિમ્પ્ટોમેટિક દર્દીઓ કોમોર્બિડ હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા અને જાે તેઓ પહેલેથી જ દાખલ છે તો તેમની સ્થિતિ જાેયા બાદ તેમને ૩ દિવસમાં રજા આપવા ર્નિદશ કર્યા છે. આ ઉપરાંત મ્સ્ઝ્રએ હોસ્પિટલોને ૮૦ ટકા કોવિડ બેડ અને ૧૦૦ ૈંઝ્રેં બેડ સાથે વોર્ડ વોર રૂમ ખોલવા સૂચન કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ વોર્ડ રૂમો અનામત રાખવામાં આવશે અને મ્સ્ઝ્ર ની પરવાનગી વિના કોઈ પણ દર્દીને અહીં પ્રવેશ મળશે નહીં. તેમજ તમામ ખાનગી હોસ્પિટલો દર્દી પાસેથી સરકાર દ્વારા નક્કી કરાયેલા દર જ વસૂલવામાં આવશે. ત્યારે હવે નવી ગાઈડલાઈન મુજબ તમામ ખાનગી હોસ્પિટલોએ કોઈપણ કોવિડ દર્દીને દાખલ કરતા પહેલા મ્સ્ઝ્રની પરવાનગી લેવી પડશે. મ્સ્ઝ્રએ બિલ્ડિંગને સીલ કરવા માટેના પ્રોટોકોલમાં પણ સુધારો કર્યો છે. મ્સ્ઝ્રના નવા પરિપત્ર મુજબ, જાે કોઈ બિલ્ડિંગની વિંગ, કોમ્પ્લેક્સ અથવા સોસાયટીના ૨૦ ટકા ફ્લેટમાં કોરોનાના પોઝિટિવ દર્દી જાેવા મળે છે, તો સમગ્ર બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મ્સ્ઝ્ર કમિશ્નર આઈએસ ચહલે આ પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ દર્દી અને તેના સંપર્કમાં આવતા લોકોએ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોરોનાના દર્દીને ૧૦ દિવસ માટે આઇસોલેટમાં રહેવું ફરજિયાત કરવામાં આવ્યુ છે. આ સાથે નવી ગાઈડલાઈન મુજબ સોસાયટી મેનેજિંગ કમિટી ક્વોરેન્ટાઇન પરિવાર માટે રાશન, દવા અને અન્ય જરૂરી સામગ્રી પૂરી પાડશે. બિલ્ડીંગ સીલ કરવાની પ્રક્રિયા વોર્ડ કક્ષાએથી કરવામાં આવશે. લોકોએ કોરોનાને લઈને મેડિકલ ઓફિસર અથવા વોર્ડ ઓફિસર દ્વારા જાહેર કરાયેલા પ્રોટોકોલ અને નિયંત્રણના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.ત્યારે હાલ સંભવિત ત્રીજી લહેરને લઈને મ્સ્ઝ્ર એ તૈયારી આટોપી છે.
