Maharashtra

મેકર્સ સૈફ અલી ખાનના લુકને લઈ થયેલા હંગામા બાદ કરવા જઈ રહ્યા છે મોટો ફેરફાર!

મુંબઈ
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ ટ્રેલર પછી ચર્ચામાં આવી હતી. ફિલ્મમાં સેફના લુકને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, નિર્દેશક ઓમ રાઉત ફિલ્મમાં સૈફની દાઢીને ડિજિટલી દૂર કરવાની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મ ‘આદિપુરુષ’માં સૈફના પાત્રને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. લોકોને સેફનો રાવણ લુક જરા પણ પસંદ આવ્યો ન હતો. હવે એક અહેવાલ પ્રમાણે, નિર્માતાઓ ડિજિટલ ટૂલ્સ દ્વારા સેફની દાઢી દૂર કરવાની યોજના બનાવી રહ્યા છે. “જાે સૂત્રોનું માનીએ તો, આ કરવું પણ ઘણું મુશ્કેલ છે કારણ કે અત્યાર સુધી ફિલ્મ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. ફહ્લઠ પર તેમજ સેફના લુક પર ઘણું કામ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ તમામ ફેરફારો કરવા માટે લગભગ ૩૦ કરોડ રૂપિયા ખર્ચવા પડી શકે છે. ફિલ્મમાં રાવણના પાત્રની ચર્ચા બાદ હવે તેની દાઢી ડિજિટલી દૂર કરવાનો મામલો પણ સામે આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સ ફિલ્મને લઈ મોટો ર્નિણય લઈ શકે છે. ગયા અઠવાડિયે, નિર્માતાઓ દ્વારા ‘આદિપુરુષ’ ફિલ્મને મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે આવતા વર્ષે ૧૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ આવશે. ભૂતકાળમાં નિર્માતાઓ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં લખ્યું હતું કે “આદિપુરુષના નિર્માણ સાથે સંકળાયેલા લોકોને થોડો વધુ સમય આપવાની જરૂર છે”. તમને જણાવી દઈએ કે દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ના ટીઝરમાં જાેવા મળેલા ફહ્લઠની લોકોએ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી. આ સાથે રામાયણ પર આધારિત આ ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં પણ રીલિઝ થયેલી ફિલ્મના ટીઝરને દર્શકોના એક વર્ગે સદંતર નકારી કાઢ્યું હતું.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *