Maharashtra

મેરઠમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરતા ગ્રામજનોએ હત્યારાને ધોઈ નાંખ્યો

મેરઠ
ઉત્તરપ્રદેશના મેરઠના પોલીસ સ્ટેશન ફલાવડા વિસ્તારની ઘટના છે, જ્યાં રોહિત નામના યુવકનું રજની નામની યુવતી સાથે અફેર હતું. આટલું જ નહીં, બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ અચાનક રોહિતને તેની ગર્લફ્રેન્ડને કોઈ અન્ય સાથે અફેર હોવાની શંકા ગઈ. જે બાદ તેણે હત્યાનું પગલું ભર્યું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર રોહિતે રજનીને અન્ય કોઈ સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ તેની હત્યા કરી હતી. હત્યા બાદ રોહિત રંગે હાથે ઝડપાયો હતો અને પછી ગામલોકોએ તેને માર માર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રોહિતને બચાવીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તો પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે આરોપીએ પૂછપરછ દરમિયાન હત્યાની કબૂલાત કરી છે. તેમ છતાં પોલીસે ઘટનાસ્થળેથી તમામ પુરાવા એકત્ર કર્યા છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. જાે કે, આ ઘટના અંગે ગ્રામજનોમાં ગુસ્સો એટલો હતો કે, આરોપી સાથે મોબ લિંચિંગ થઈ શકે તેવું હતુ. જાેકે, પોલીસે સમયસર પહોંચીને આરોપીને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સારવાર બાદ પોલીસ પાગલ પ્રેમીને જેલમાં મોકલવાની તૈયારી કરશે. તો, યુવતીના મૃત્યુ પછી, તેના પરિવારની હાલત ખરાબ છે.યુપીના મેરઠમાં ધોળા દિવસે એક યુવતીની હત્યા થતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. હકીકતમાં, અન્ય કોઈ સાથે અફેર હોવાની શંકામાં પાગલ પ્રેમીએ તેની જ પ્રેમિકાની હત્યા કરી નાખી. આટલું જ નહીં રંગે હાથે ઝડપાઈ જતાં ગ્રામજનોએ આરોપી યુવકને ઢોર માર માર્યો હતો. તો, માહિતી પછી, પોલીસ સ્થળ પર પહોંચી અને યુવકને બચાવ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો.

Murder-Lover-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *