Maharashtra

રણબીર કપૂરે જૂતા ચોરવાની રસમમાં ૧૨ લાખ ચૂકવવા પડ્યા હતા

મુંબઈ
લગભગ પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ આલિયા અને રણબીરે ૧૪ એપ્રિલના રોજ લગ્ન કરી લીધા. તેમની લવસ્ટોરી ‘બ્રહ્માસ્ત્ર’ ના સેટ પર શરૂ થઇ. આ ફિલ્મ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે. કપલના લગ્ન તેમના ઘરે ‘વાસ્તુ’ માં થયા. જ્યાં નજીકના મિત્રો અને ફેમિલી મેંબર્સ હાજર હતા. બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્ન સાથે જાેડાયેલી તમામ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. તો બીજી તરફ લગ્નની વધુ એક ઇનસાઇડર તસવીર સામે આવી છે. આ તસવીરમાં રણબીર કપૂર પોતાની બહેનપણી સાથે એક ‘કોન્ટ્રાક્ટ’ સાથે પોઝ આપતો જાેવા મળી રહ્યો છે. દરેક જાણવા માંગે છે કે આખરે આ પેપર પર શું લખ્યું છે. જાેકે, આ મસ્તી ભર્યા પળ રણબીર આલિયાના લગ્નમાં જૂતા ચોરવા દરમિયાનના રિવાજનો છે. રણબીર કપૂરે જૂતા ચોરવાની રસમમાં પોતાની બહેનપણીઓને ૧૨ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો. દૂલ્હે રાજાએ તેના માટે પોતાની બહેનપણીઓ સાથે કોન્ટ્રાક્ટ પણ સાઇન કર્યો છે જેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ તસવીરમાં રણબીર બ્રાઇડ્‌સમેડ્‌સથી ઘેરાયેલા જાેવા મળે છે. તેમના હાથમાં એક નોટ છે, જેમાં લખ્યું છે, ‘હું રણબીર…આલિયાનો પતિ, તમામ બ્રાઇડ્‌સમેડ્‌સને ૧૨ લાખ આપવાનો વાયદો કરું છું. તેના નીચે રણબીર કપૂરની સહી પણ દેખાય છે.

Ranbir-kapoor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *