Maharashtra

રિચા ચઢ્ઢાના વિરોધમાં અક્ષય કુમાર, સેનાના અપમાનને લઈને કહી આ વાત

મુંબઈ
અભિનેત્રી રિચા ચડ્‌ઢા આ દિવસોમાં એક ટ્‌વીટને લઈને વિવાદોમાં ચાલી રહી છે. ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હાલમાં એક ટ્‌વીટ કરતા કહ્યું હતું કે, ‘ભારતીય સેના પાકિસ્તાનના કબજામાં કાશ્મીર (ર્ઁંદ્ભ) નો જે ભાગ છે તેને પરત લેવા માટે તૈયાર છે બસ સરકારના આદેશની રાહ જાેવાઈ રહી છે.’ જેના પર અભિનેત્રી રિચાએ જવાબ આપતા લખ્યું હતું, ‘ગલવાન હાય’ બોલી રહ્યું છે. આ કહ્યાં બાદ અભિનેત્રી વિવાદોમાં આવી ગઈ હતી. તેના આ ટ્‌વીટ પર અભિનેતા અક્ષય કુમારની પ્રતિક્રિયા આવી છે. અક્ષય કુમારે રિચા ચડ્‌ઢાના ટ્‌વીટના સ્ક્રીનશોટ શેર કરતા ટિ્‌વટર પર એક પોસ્ટ કરી છે. પોતાના આ ટ્‌વીટમાં અક્ષયે લખ્યું- તે જાેઈને દુખ થાય છે. આપણે આપણા સશસ્ત્ર દળો પ્રત્યેનો આટલો ઉપકાર ક્યારેય ન ભૂલવો જાેઈએ. જાે તેઓ છે તો આપણે આજે છીએ. બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પર ટિ્‌વટર પર તેની તાજેતરની પોસ્ટમાં સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવા માટે આદેશ આપવામાં આવે તો તેને એક્ઝિક્યુટ કરવા તૈયાર છે. આના પર રિએક્ટ કરતા રિચાએ કહ્યું કે, “ગલવાન કહે છે હાય.” મ્ત્નઁના મંજ઼ન્દિર સિંહ સિરસાએ કહ્યું કે, “આ એક શરમજનક ટ્‌વીટ છે. વહેલી તકે પાછી ખેંચી લેવી જાેઈએ. આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરવું વ્યાજબી નથી.” અક્ષય કુમાર પહેલા બોલીવુડ ફિલ્મમેકર અશોક પંડિતે પણ રિચા ચડ્‌ઢાનો વિરોધ કર્યો છે. તેમણે મુંબઈ જુહૂ પોલીસને એક પત્ર લખતા સુરક્ષા દળોની મજાક ઉડાવવા અને અપમાન કરવાને લઈને અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે વિવાદ વધ્યા બાદ રિચાએ એક ટ્‌વીટ કરી માફી પણ માંગી છે. તેણે કહ્યું કે તેનો ઇરાદો કોઈનું અપમાન કરવાનો નથી. પરંતુ હવે રિચા ચડ્‌ઢા વિવાદમાં આવી ચુકી છે. ટિ્‌વટર પર પણ લોકો તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યાં છે.

Page-43.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *