Maharashtra

લાલસિંહ ચઢ્ઢા ફિલ્મમાં આમિર ખાન સાથે અક્ષરાસિંહ રોમેન્ટિક ડાન્સ કરતી જાેવા મળશે

મુંબઈ
એક વિડીયો અક્ષરા સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ સોશિઅલ મીડિયા હૅન્ડલ પર શેર કર્યો છે. આમાં તે આમિર ખાન સાથે મેકઅપ રૂમમાં જાેવા મળી રહી છે. અભિનેતાની આગામી ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” ના ગીત પર પણ ડાન્સ કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે તેનું સપનું સાકાર થયું. આ પ્રસંગે અક્ષરાએ બ્લેક એન્ડ વ્હાઇટ ટોપ અને હીલ્સ સાથે મેચિંગ પેન્ટ પહેર્યું છે. તો આમિર ખાને સફેદ ટી-શર્ટ, ડેનિમ શર્ટ અને પેન્ટ સાથે કોફી રંગના બૂટ પહેર્યા છે. ગીતના બોલ શરૂ થતાની સાથે જ આમિરે અભિનેત્રીનો હાથ ઊંચો કર્યો અને પછી બંનેએ એકબીજાની કમર અને ખભા પર હાથ મૂક્યો અને કપલ બીજાે હાથ પકડીને ડાન્સ કરે છે. આમિર અને અક્ષરા સિંહને એક જ ફ્રેમમાં એકસાથે જાેઈને ચાહકોની ખુશીનો કોઈ પાર નથી. અક્ષરા સિંહના આ વિડીયો પર લાખો લાઈક્સ આવ્યા છે. મારુ સપનું સાકાર થયું. મારો દિવસ બનાવવા માટે આમિર સરનો ખૂબ ખૂબ આભાર, જેને હું ક્યારેય ભૂલી શકતી નથી. અક્ષરા સિંહે ૨૬ જૂને આમિર ખાન સાથેની બીજી તસવીર શેર કરી હતી. તેણી પણ આ જ જગ્યાની હતી. જેમાં બંને એકબીજાને પ્રેમભરી નજરે જાેઈ રહ્યાં હતાં. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘એક પ્રતિભાશાળી વ્યક્તિને મળવાનું સૌભાગ્ય મળ્યું.’ અક્ષરા સિંહ ભોજપુરી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તે ‘ટ્રાન્સફર’, ‘સરકાર રાજ’ અને ‘સત્યા’ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકા માટે પણ જાણીતો છે. અક્ષરાએ સલમાનખાનના ફેમસ ટીવી શો બિગબોસ માં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તેણે વર્ષ ૨૦૧૦માં ફિલ્મ ‘સત્યમેવ જયતે’થી અભિનયની શરૂઆત કરી હતી. આમાં તેની સામે રવિ કિશન હતો.બોલિવૂડ એક્ટર આમિર ખાન હાલ પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કલાકારો ફિલ્મનું જાેરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. એવામાં અભિનેતાનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં આમિર ખાન ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ સાથે રોમેન્ટિક ડાન્સ કરતો જાેવા મળી રહ્યો છે. બોલિવૂડ એક્ટર આમિર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. તેના લાખો ચાહકો છે, પછી તે સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટી. આમિર ખાનના ફેન લિસ્ટમાં ભોજપુરીની જાણીતી અને સુંદર અભિનેત્રી અક્ષરા સિંહનું નામ છે.

file-01-page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *