રબર, મેન્થા તેલમાં નરમાઈઃ કોટનના વાયદામાં 40,800 ગાંસડીનાં કામકાજઃ બુલડેક્સ વાયદામાં 103 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,97,796 સોદાઓમાં કુલ રૂ.18,010.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 103 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 64,141 સોદાઓમાં કુલ રૂ.3,556.20 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.53,123 અને નીચામાં રૂ.52,807ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.162 વધી રૂ.53,040ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.135 વધી રૂ.42,111 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.5,249ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,619ના ભાવે ખૂલી, રૂ.161 વધી રૂ.52,817ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,846ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,422 અને નીચામાં રૂ.68,772ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 498 વધી રૂ.69,288ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 449 વધી રૂ.69,324 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.453 વધી રૂ.69,318 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,928 સોદાઓમાં રૂ.1,745 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.267.95 અને જસત એપ્રિલ વાયદો રૂ.4.90 વધી રૂ.375ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.820.05 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.23.7 વધી રૂ.2,481.40 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.186ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,868 સોદાઓમાં કુલ રૂ.3,489.18 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,666ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,832 અને નીચામાં રૂ.7,605ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.153 વધી રૂ.7,797 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.50 વધી રૂ.517 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,647 સોદાઓમાં રૂ.194.51 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.44,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.44,720 અને નીચામાં રૂ.44,100ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.180 વધી રૂ.44,370ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,150ના ભાવે ખૂલી, રૂ.71 ઘટી રૂ.17164 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.80 ઘટી રૂ.1084.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,352 સોદાઓમાં રૂ.1,782.46 કરોડનાં 3,367.343 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 51,789 સોદાઓમાં કુલ રૂ.1,773.74 કરોડનાં 256.028 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 20,296 સોદાઓમાં રૂ.1,919.28 કરોડનાં 24,92,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,572 સોદાઓમાં રૂ.1,570 કરોડનાં 30576250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,347 સોદાઓમાં રૂ.181.61 કરોડનાં 40800 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 292 સોદાઓમાં રૂ.12.76 કરોડનાં 117 ટન, રબરના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 8 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 22,450.699 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 436.968 ટન, ક્રૂડ તેલમાં 706300 બેરલ અને નેચરલ ગેસમાં 18013750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 140375 ગાંસડી, મેન્થા તેલમાં 442.44 ટન, રબરમાં 73 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 558 સોદાઓમાં રૂ.44.84 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 557 સોદાઓમાં રૂ.44.73 કરોડનાં 580 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 856 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 15,380ના સ્તરે ખૂલી, 103 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 72 પોઈન્ટ વધી 15,447ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 82654 સોદાઓમાં રૂ.8,980.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.214.76 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.103.47 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,033.36 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.628.72 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 134.53 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.125 ખૂલી, ઊપરમાં રૂ.219.30 અને નીચામાં રૂ.102.60 રહી, અંતે રૂ.65.80 વધી રૂ.194.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.520ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.22.45 ખૂલી, ઊપરમાં રૂ.27.25 અને નીચામાં રૂ.19.95 રહી, અંતે રૂ.6.85 વધી રૂ.26.65 થયો હતો. સોનું મે રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.933 ખૂલી, ઊપરમાં રૂ.1,030 અને નીચામાં રૂ.897.50 રહી, અંતે રૂ.87.50 વધી રૂ.1,004.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.81.50 ખૂલી, ઊપરમાં રૂ.98.60 અને નીચામાં રૂ.30.70 રહી, અંતે રૂ.48.90 ઘટી રૂ.41.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.31.95 ખૂલી, ઊપરમાં રૂ.31.95 અને નીચામાં રૂ.18.85 રહી, અંતે રૂ.3.45 ઘટી રૂ.19.90 થયો હતો. સોનું મે રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.55 ખૂલી, ઊપરમાં રૂ.60 અને નીચામાં રૂ.52 રહી, અંતે રૂ.6.50 ઘટી રૂ.53.50 થયો હતો.
