Maharashtra

વિક્રમ વેઘામાં હૃતિક રોશનના લૂક બાદ હવે સૈફ અલીનો લૂક રિલીઝ થયો

મુંબઈ
હૃતિક રોશન અને સૈફ અલી ખાન ફિલ્મ વિક્રમ વેધામાં સાથે કામ કરી રહ્યા છે.આ ફિલ્મમાં હૃતિક રોશનનો લૂક પહેલા બહાર આવ્યો હતો અને હવે સૈફનો ફર્સ્‌ટ લુક પણ આવી ગયો છે.સૈફ સફેદ ટી-શર્ટમાં ખુબ ડેશિંગ લાગી રહ્યો છે.ફિલ્મમાં સૈફ વિક્રમનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે બીજી તરફ હૃતિક વેધાની ભૂમિકા ભજવી રહ્યો છે. હૃતિકે સૈફનું પોસ્ટર શેર કર્યું અને લખ્યુ,શાનદાર અભિનેતા અને સહકર્મીઓમાંથી એક જેને હું ખૂબ પ્રેમ કરું છું.હું આ અનુભવ જીવવા માટે તૈયાર છું અને તેની રાહ જાેઈ શકતો નથી… ફેન્સથી લઈને સેલેબ્સ સૈફના આ પોસ્ટરના વખાણ કરી રહ્યા છે. પત્ની કરીના કપૂર ખાને પણ સૈફની પ્રશંશા કરી છે. ફિલ્મની વાત કરીએ તો આ માધ્યમથી સૈફ અને હૃતિક ઘણા વર્ષો પછી સાથે કામ કરી રહ્યા છે.બંનેએ છેલ્લે વર્ષ ૨૦૦૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ના તુમ જાનો ના’માં જાેવા મળ્યા હતા. સૈફે ફિલ્મ વિશે કહ્યુ હતુ કે,આ ખૂબ જ પડકારજનક ફિલ્મ હશે.હૃતિક એક સારો એક્ટર અને ડાન્સર છે. તે સિનેમાનુ જનર ફોર્મ છે, તેથી હું સવારે વહેલો ઊઠીને મારી જાતને તૈયાર કરું છું. તેણે એમ પણ કહ્યું કે જાે તેને હૃતિક સાથે ડાન્સ કરવાનું કહેવામા આવ્યુ હોત તો તેણે આ ફિલ્મ ન કરી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *