Maharashtra

વિક્રમ હીટલિસ્ટની રિલીઝ પહેલા કમલ હસન રજનીકાંતની મુલાકાત લીધી

મુંબઈ
દિગ્ગ્જ એક્ટર કમલ હાસન રિસન્ટલી તેમની ફિલ્મ ‘વિક્રમ હીટલિસ્ટ’ ના વ્યસ્ત પ્રમોશનલ શિડ્યુલ વચ્ચે લિજેન્ડ રજનીકાંતની મુલાકાત લેવા પહોંચ્યા હતા. કમલની આ ફિલ્મ સાઉથ ઈન્ડિયન લેન્ગવેજની સાથે હિન્દીમાં પણ રિલિઝ થઈ રહી છે. રજનીકાંત અને કમલ જુના મિત્રો છે અને આ મિટિંગ સમયે ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર લોકેશ કનગરાજ અને ફિલ્મના પ્રોડ્યુસર આર. મહેન્દ્રન પણ હાજર રહ્યા હતા અને તેઓએ રજનીકાંત સાથે ફિલ્મ વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને રજનીકાંતે ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી હતી. એક્શન થ્રિલર ‘વિક્રમ હીટલિસ્ટ’માં કમલ હાસન સાથે સુપર સ્ટાર ફહાધ ફાસિલ અને વિજય સેથુપથી પણ નજર આવશે. આર. મહેન્દ્રનની સાથે કમલ હાસન પણ ફિલ્મના પ્રોડ્યુસર છે. દક્ષિણ ભારતીય ફેન્સમાં ફિલ્મને લઈને ખાસ્સો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે પરંતુ આ ફિલ્મ હિન્દી બેલ્ટમાં કેવો બિઝનેસ કરે છે તે જાેવું રહ્યું.૩ જૂને બોક્સઓફિસ પર મહાયુદ્ધ થવા જઈ રહ્યું છે. આગામી શુક્રવારે બે મોટા સુપર સ્ટાર-અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને કમલ હાસનની ‘વિક્રમ હીટલિસ્ટ’ની સાથે મહેશ બાબુએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘મેજર’ રિલિઝ થશે. આ ત્રણેય ફિલ્મની કાસ્ટ અત્યારે તેમની ફિલ્મના પ્રમોશનમાં સુપર બિઝી છે પરંતુ કોઈપણ ફિલ્મની ટીમના સ્ટાર દ્વારા બીજા એક્ટર્સની ફિલ્મ વિશે નેગેટિવ કોમેન્ટ નથી કરી જે ભારતીય સિનેમાના આગામી સમય માટે સારી નિશાની છે.

India-Entertainment-Actors-Big-bosses-before-the-release-of-vikram-kamal-haasan-remembered-his-old-friend-rajinikanth.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *