મુંબઈ
વિજય દેવરકોંડાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ લાઇગર છે, જેનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને પુરી કનેક્ટ્સના બેનર હેઠળ થઈ રહ્યું છે. આ ફિલ્મનું તમામ સંગીત તનિષ્ક બાગચી અને મણિ શર્માએ આપ્યું છે. આ ફિલ્મનું ટીઝર જાેઈને લાગે છે કે આ ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મના ટીઝરમાં વિજય એક ફાઈટરના રોલમાં જાેવા મળે છે, જે અલગ-અલગ પ્રકારના સ્ટંટ કરતા જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ બે ભાષામાં હિન્દી અને તેલુગુમાં રિલીઝ થશે.વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લાઇગર’ છેલ્લા ઘણા મહિનાઓથી સતત ચર્ચામાં છે. હવે કરણ જાેહરના ધર્મા પ્રોડક્શને ફિલ્મ ‘ન્ૈંય્ઈઇ’નુ ટીઝર શેર કર્યુ છે. વિજય દેવરકોંડાની ફિલ્મ ‘લાઇગર’નું (ન્ૈખ્તીિ) ટીઝર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ તે ટ્રેન્ડિંગમાં નંબર ૧ પર આવી ગયુ છે. વિજય દેવરકોંડાની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ (છદ્ઘિેહ ઇીઙ્ઘઙ્ઘઅ) સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મની હિન્દી રિમેક શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. વિજય દેવરકોંડા ‘અર્જુન રેડ્ડી’થી લોકો વચ્ચે ફેમસ થયો હતો અને હવે તેની બોલિવુડમાં લાઈગર ફિલ્મથી તેણે ધમાકેદાર એન્ટ્રીકરી છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની સાથે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મના ટીઝરને માત્ર ૨૪ કલાકમાં જ ૧૬ મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. અને તેને ૪૦૦દ્ભ લાઈક્સ મળી છે. ત્યારે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી બ્લોક બસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે.


