Maharashtra

વિજય સેતુપુતિની ફિલ્મના સેટ પર સ્ટન્ટમેનનું નિધન

મુંબઈ
વિજય સેતુપતિની ફિલ્મના સેટ પર માતમ છવાઈ ગયો છે, જ્યારે સ્ટન્ટમેન સુરેશ અકસ્માતનો શિકાર બન્યા. તેને બચાવી ના શકાયુ. ૫૪ વર્ષના સ્ટન્ટમેનના નિધનથી સિનેમા જગતમાં દુઃખનું વાતાવરણ છવાઈ ગયુ છે. સુરેશે ફિલ્મના સેટ પર સ્ટન્ટ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. દુઃખદ ઘટના ફિલ્મ ‘વિદૂથલઈ’ના સેટ પર બની હતી. આ ફિલ્મને વેત્રિ મારન ડિરેક્ટ કરી રહ્યા હતાં. સેટને ટ્રેનના ભંગારથી તૈયાર કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સુરેશને સીન અનુસાર કૂદવાવાળા સ્ટન્ટને પરફોર્મ કરવાનું હતું, જેના માટે તેને ક્રેનના સહારે દોરડા વડે બાંધવામાં આવ્યો હતો. પરંતુ, સ્ટન્ટ કરતા સમયે દોરડું અચાનક તૂટી ગયું હતું અને તે આશરે ૨૦ ફૂટ ઉપરથી જમીન પર પડ્યો હતો. ફિલ્મનો લીડ સ્ટન્ટ ડિરેક્ટરની હાજરીમાં સુરેશ તેના આસિસ્ટેન્ટ તરીકે કામ કરી રહ્યા હતાં. તે જ્યારે સ્ટન્ટ કરી રહ્યા હતાં, ત્યારે પોતાના સાથી કૉઑર્ડિનેટર્સની સાથે ત્યાં હાજર હતાં. સુરેશને જ્યારે દુર્ઘટના બાજ હોસ્પિટલમાં લઈને પહોંચ્યા, તો ડૉક્ટર્સે તેમના નિધનની જાણકારી આપી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સુરેશ છેલ્લા ૨૫ વર્ષથી સ્ટન્ટમેન તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલ હતો. દુર્ઘટના બાદ, ફિલ્મની શૂટિંગ રોકી દેવામાં આવી હતી. જેમાં વિજય સેતુપતિની સાથે સૂરી લીડ રોલ નિભાવી રહ્યા હતાં. પોલીસ તમામ ઘટનાની તપાસમાં જાેડાયેલી છે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *