Maharashtra

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સની’ વડાપ્રધાને પ્રશંસા કરી

મુંબઈ
તેલુગુ નિર્માતા અભિષેક અગ્રવાલની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પ્રશંસા મળી છે તે ખૂબ જ ગર્વની વાત છે. વડાપ્રધાને ફિલ્મ નિર્માતાઓને કાશ્મીર બળવા દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર ફિલ્મ બનાવવાની હિંમત કરવા બદલ પ્રશંસા કરી છે. ૧૨ માર્ચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર ફાઇલ્સ મૂવીની પ્રશંસા કરી. વડાપ્રધાન મોદી ફિલ્મ નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી, તેમની પત્ની અને અભિનેત્રી પલ્લવી જાેશી અને ફિલ્મ નિર્માતા અભિષેકને પણ મળ્યા હતા. વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર માહિતી આપી હતી કે, તેમજ ચોક્કસ સમય અને સ્થળ ડ્ઢસ્ કરી શકો છો, તેવું ટિ્‌વટમાં જણાવ્યું હતું. ગુજરાત સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો ર્નિણય કર્યો છે. આ ફિલ્મમાં આર્ટિકલ ૩૭૦ (છિંૈષ્ઠઙ્મી ૨૦)થી લઇને કાશ્મીરના ઇતિહાસને સમાવામાં આવ્યો છે. તેમજ કાશ્મીરી પંડિતોને ૧૯૯૦ના વર્ષમાં કઇ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણાની સાથેસાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની જાહેરાત કરી છે. ૧૯૯૦ પહેલા કાશ્મીર કેવું હતું તે ફ્લેશબેકમાં બતાવવામાં આવ્યું છે. આ પછી ૯૦ના દાયકામાં કાશ્મીરી પંડિતોને મળનારી ધમકી અને જબરદસ્તી કાશ્મીર અને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા તેની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે. કૃષ્ણને ખબર નથી કે તે સમય દરમિયાન તેનો પરિવાર કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. આ પછી, ૯૦ના દાયકાની ઘટનાઓના સ્તરો તેમની સામે ઉજાગર કરવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે તે દરમિયાન કાશ્મીરી પંડિતો કેવી પીડામાંથી પસાર થયા હતા. આખી વાર્તા આની આસપાસ ફરે છે. કાશ્મીર નરસંહારની ક્રૂર સત્ય ઘટનાને ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ દ્વારા મોટા પડદા પર લાવવામાં આવી છે. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી વિદ્વાનોને ૧૯૯૦ માં તેમના જન્મસ્થળમાંથી અત્યાચાર, બળજબરીથી કાઢી મૂક્યા અને મારી નાખવાના કાળા ઇતિહાસને સામાન્ય લોકો સમક્ષ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. કાશ્મીર ફાઇલ્સ મૂવી ૧૧ માર્ચે રિલીઝ થઈ હતી અને શરૂઆતમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મે રિલીઝ થયાના પહેલા દિવસે સાડા ત્રણ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. ત્યારબાદ બીજા દિવસે તે વધીને સાડા આઠ કરોડ રૂપિયા થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *