Maharashtra

શનાયા કપૂર પોતાના બોલ્ડ ડ્રેસને લઈ ટ્રોલ થઈ

મુંબઈ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય કપૂર અને મહિપ કપૂરની પુત્રી શનાયા કપૂર ઘણા સમયથી ચર્ચામાં છે. ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા પહેલા જ તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. આજે લોકો તેમની એક ઝલક માટે આતુર છે. સોશિયલ મીડિયા પર પણ શનાયાના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ રહી છે. ચાહકો તેમની સાથે જાેડાયેલા રહેવાની કોઈ તક છોડતા નથી. શનાયા પોતાના બોલ્ડ લુક અને ફોટોશૂટને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. આ દરમિયાન હવે તેનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. આ વીડિયોમાં શનાયા ગ્રીન કલરમાં ખૂબ જ શોર્ટ બોડીકોન ડ્રેસ પહેરેલી જાેવા મળી રહી છે, પરંતુ તેણે આ ડ્રેસ પહેરવામાં મોટી ભૂલ કરી છે. આ વીડિયોમાં શનાયા રેસ્ટોરન્ટ કે કેફેની બહાર જાેવા મળી રહી છે. તેણીને અહીં જાેઈને પાપારાઝીએ તેના ફોટા ક્લિક કરવાનું શરૂ કર્યું, પરંતુ દરેકની નજર શનાયાના ડ્રેસની પાછળ લટકેલા કેટલાક પ્રાઈઝ ટેગ પર સ્થિર થઈ ગઈ. કદાચ તે ઉતાવળમાં તેના ડ્રેસના ટૅગ્સ હટાવવાનું ભૂલી ગઈ હતી. હવે આ કારણથી લોકોએ તેને નિશાન બનાવી છે. હવે લોકોએ શનાયાને તેની ભૂલને કારણે ટ્રોલ કરતી ઘણી કોમેન્ટ્‌સ કરી છે. એક યુઝરે તેની મજાક ઉડાવતા લખ્યું કે, ‘શું આ વખતે ડ્રેસ પહેરીને બદલવાનો પ્લાન છે?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ ડ્રેસ પરથી પ્રાઈઝ ટેગ તો કાઢી નાખ્યું હોત.’ આવી જ ઘણી કોમેન્ટમાં લોકોએ શનાયાની મજાક ઉડાવી છે. ઉલ્લેખનીય છે કે, શનાયા કપૂર આ દિવસોમાં પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઈને ઘણી ચર્ચામાં છે. ટૂંક સમયમાં જ તે કરણ જાેહરની આગામી ફિલ્મ ‘બેધડક’ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે લક્ષ્ય અને ગુરફતેહ પણ બોલિવૂડમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. શનાયાને સ્ક્રીન પર જાેવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

Shanaya-kapoor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *