Maharashtra

શહેનાઝ ગિલના પિતાને જાનથી મારી નાંખવાની મળી ધમકી

મુંબઈ
ફેમસ એક્ટ્રેસ અને પંજાબી સિંગર તેમજ બિગ બૉસ ૧૩ની ફાઇનલિસ્ટ શહેનાઝ ગિલના પિતા સંતોખ ગિલને શુક્રવારે મોડી રાતે અજાણ્યા મોબાઇલ નંબર પરથી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ફોન કરનાર આરોપીએ તેને ધમકાવતા દિવાળી પહેલા હત્યા કરવાની ધમકી આપી છે. જેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે. તેની પહેલા પણ જંડિયાલા ગુરુ ક્ષેત્રમાં બાઇક સવાર બે યુવકોએ સંતોખ સિંહની કાર પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કર્યો છે. સંતોખ ગિલે જણાવ્યું કે શુક્રવારે તેઓ કોઇ કામના સિલસિલામાં પોતાની કારથી તરનતારન તરફ જઇ રહ્યાં હતાં. આ વચ્ચે જ તેમના મોબાઇલ પર કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. કૉલ કરનારે તેને ધમકાવતા કહ્યું કે તે સંતોખ સિંહને દિવાળી પહેલા જાનથી મારી નાંખશે. કૉલ કરનારે ધમકાવતા કહ્યું કે, તેને ગોળી મારીને નહીં પરંતુ ટુકડા-ટુકડા કરીને મોતને ઘાટ ઉતારશે. તેવામાં બીજી તરફ એસએસપી દેહાત સ્વપન શર્માએ જણાવ્યું કે આ મામલે સંબંધિત પુરાવા એકઠા કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છ. તેમણે જણાવ્યું કે શહેનાઝ ગિલના પિતાને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ પહેલા પણ ગત વર્ષે ૨૫ ડિસેમ્બરની રાતે બાઇક સવાર બે યુવકોએ તેમની કાર પર ફાયરિંગ કર્યુ હતું. તેમાં પોલીસે અજાણ્યા બાઇક સવાર યુવકો પર કેસ નોંધી ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ લઇને તપાસ હાથ ધરી. પરંતુ હુમલાખોરો વિશે કોઇ પુરાવા હાથ ન લાગ્યા. જણાવી દઇએ કે સંતોષ સિંહ ડિસેમ્બર ૨૦૨૧માં ભાજપમાં જાેડાયા હતા. તેઓ અગાઉ પણ વિધાનસભા તથા લોકસભાની ચૂંટણી લડી ચુક્યા છે. હવે તેઓ ભાજપમાં સામેલ થઇને શ્રી ખડૂર સાહિબ વિધાનસભા હલકાથી ચૂંટણી લડવા માગે છે. ભાજપમાં જાેડાયા બાદ તેમણે આ ઇચ્છા વ્યક્ત કરી હતી.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *