મુંબઈ,
બોલીવુડ સ્ટાર શાહરુખ ખાને ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દુરી બનાવી રાખી છે. હવે શાહરુખ મોટા પડદા પર પરત ફરવા જઈ રહ્યો છે. શાહરુખે થોડા સમય પહેલાં પોતાની આવનારી ફિલ્મ પઠાનનું ટીઝર રિલીઝ કરીને ફિલ્મની તારીખ જાહેર કરી હતી. હવે શાહરુખે પોતાની વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. શાહરુખની આ ફિલ્મ રાજકુમાર હિરાની સાથે આવશે. શાહરુખે સોશિયલ મીડિયા પર પોતાની નવી ફિલ્મ ‘ડંકી’નું એલાન કર્યું છે. શાહરુખ ખાને ટ્વીટ કરીને સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે રાજકુમાર હિરાની સાથે વાત કરતો નજર આવે છે. શાહરુખે લખ્યું કે, ડિયર રાજકુમાર હિરાની સર, તમે તો મારા સાંતા ક્લોઝ નિકળ્યા. તમે શરુ કરો હું ટાઈમ પર પહોંચી જઈશ. હું તો સેટ ઉપર જ રહેવા લાગીશ. આખરે તમારી સાથે કામ કરવા માટે હું ઉત્સાહીત છું. તમારા બધા માટે ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ડંકી લઈને આવી રહ્યો છું. વીડિયોમાં શાહરુખ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મોના પોસ્ટર જાેતાં કહે છે કે, વાહ શું ફિલ્મો છે. આ પછી રાજકુમાર હિરાની આવે છે અને કહે છે કે, શું જાેઈ રહ્યા છો શાહરુખ. શાહરુખ બોલે છે કંઈ નહી સર. સંજુમાં રણબીર કપૂર, પીકે તરીકે આમિર, મુન્નાભાઈ તરીકે સંજુ બાબા. વાહ સર અદ્ભુત સર. સાહેબ મારા માટે પણ આવું કંઈ છે? આના પર રાજકુમાર કહે છે કે મારી પાસે સ્ક્રિપ્ટ છે. સ્ક્રિપ્ટ વિશે પૂછતાં શાહરૂખ કહે છે કે શું તે કોમેડી છે? ઈમોશન્સ છે? તે રોમાંસ છે? આના પર રાજકુમાર શાહરુખને કહે છે કે, તે પોતાનો સિગ્નેચર પોઝ ના કરે. તે પછી શાહરુખ રાજકુમારને ફિલ્મનું ટાઇટલ પૂછે છે. ત્યારે રાજકુમાર કહે છે, ડંકી. જાે કે, શાહરૂખ ડોંકી સમજે છે. છેલ્લે શાહરુખ કહે છે કે, ડંકી બનાવો કે ડોંકી મને લઈલો.
