મુંબઈ
ફિલ્મોની જેમ ટેલિવિઝન શોમાં પણ પોતાનો કમાલ બતાવવા માટે મોટા સ્ટાર્સ તૈયારી કરી રહ્યા છે. સલમાન ખાને બિગ બોસમાં હોસ્ટની જવાબદારી લીધી છે અને ઘણાં સ્ટાર્સ તેને ફોલો કરી રહ્યા છે. ઝલક દિખલા જા ૧૦ અને ડીઆઈડી મોમ્સ જેવા શોમાં બોલિવૂડના એક્ટર્સ જજ તરીકે જાેવા મળશે. કેટલાક સ્ટાર્સ પહેલેથી રિયાલિટી શોને જજ કરી રહ્યા છે અને હવે આ લિસ્ટમાં કેટલાક નામ એડ થવા જઈ રહ્યાં છે. કોરોના દરમિયાન વેબ સિરિઝના માધ્યમથી ઓટીટી પ્લેટફોર્મ પાવરફૂલ બનીને ઉભર્યું છે અને તેનો સામનો કરવા માટે ટેલિવિઝનની દુનિયાએ પણ કમર કસી છે. ઓટીટી પર જે રીતે મોટાં માથાં ડેબ્યુ કરી રહ્યાં છે, તે રીતે હવે ટીવીના નાના પડદે પણ પોપ્યુલર સ્ટાર્સની એન્ટ્રી થવાની છે. અજય દેવગણની પત્ની અને પોપ્યુલર એક્ટ્રેસ કાજાેલ ટીવી શોમાં એન્ટ્રી કરવા તૈયાર છે. રિપોર્ટ્સ મુજબ, ઝલક દિખલા જા ૧૦ને કાજાેલ જજ કરવાની છે. કાજાેલની જેમ શાહરૂખ ખાન પણ ઝલક દિખલા જા ૧૦માં જજ તરીકે જાેવા મળે તેવી શક્યતા છે. આ મામલે શાહરૂખ કે શોના મેકર્સ દ્વારા ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હજુ થઈ નથી. શાહરૂખ અને કાજાેલની સાથે કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ જજની ચેર પર જાેવા મળશે. ફરાહે અગાઉ ડીઆઈડી લિટલ માસ્ટર જેવા રિયાલિટી ડાન્સ શોમાં જજ તરીકે કામ કરેલું છે. એક્ટ્રેસ ભાગ્યશ્રી રીસેન્ટલી સ્માર્ટ જાેડીમાં જાેવા મળી હતી. આ શોમાં ભાગ્યશ્રીએ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. ભાગ્યશ્રી રિયાલિટી શોમાં જજ તરીકે ડેબ્યુ કરવાની છે, જેનું નામ ડીઆઈડી સુપર મોમ્સ છે. ઉર્મિલા માંતોડકર લાંબા સમયથી ફિલ્મોમાં દેખાઈ નથી, પરંતુ અગાઉ તેણે ઝલક દિખલા જામાં જજ તરીકે જવાબદારી લીધી હતી. હવે ડીઆઈડી સુપર મોમ્સમાં ભાગ્યશ્રીની સાથે ઉર્મિલા પણ જાેવા મળશે. ધ કપિલ શર્માનો શોનું શૂટિંગ હાલ બંધ છે, પરંતુ સોની ટીવી પર નવો લાફ્ટર શો શરૂ થઈ ચૂક્યો છે. ઈન્ડિયાઝ લાફ્ટર ચેલેન્જમાં શેખર સુમન જજ તરીકે જાેવા મળી રહ્યો છે અને આ શોના બે એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.શેખરની સાથે અર્ચના પૂરણસિંહ પણ જજ છે. અર્ચનાએ અગાઉ કોમેડી સર્કસ જેવા રિયાલિટી શોમાં જજની જવાબદારી નિભાવી હતી.


