મહારાષ્ટ્ર
પીએમ મોદીએ ૨૦૨૦માં કોરોના રોગચાળા દરમિયાન રાજ્યનું અપમાન કર્યું છે. આથી તેમણે શિવ જયંતિ પર માફી માગવી જાેઈએ. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પીએમ મોદીની માફી માગવા અંગે રજુઆત કરશે. તમને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ૧૯ ફેબ્રુઆરીએ શિવ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રાજ્યના લોકો પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવીને મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે. પીએમ મોદીએ રાજ્યના આ અપમાન માટે માફી માગવી જાેઈએ.તેમણે કહ્યું કે કોંગ્રેસ આ મામલે આંદોલનનો નવો તબક્કો શરૂ કરશે. મીડિયા સાથે વાત કરતા નાના પટોલેએ કહ્યું કે આંદોલનના ભાગ રૂપે કોંગ્રેસના કાર્યકરો મહારાષ્ટ્રના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પીએમ મોદીને હજારો પત્રો મોકલશે. પત્રમાં પીએમ મોદીને શિવ જયંતિ પર મહારાષ્ટ્રની જનતાની માફી માંગવા માટે કહેવામાં આવશે. પીએમ મોદીએ લોકસભામાં કહ્યુ હતુ કે આ કોરોના કાળમાં કોંગ્રેસે પોતાની હદ વટાવી દીધી છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વિશ્વને સલાહ આપી રહ્યું હતું ત્યારે દેશ પ્રથમ લહેર દરમિયાન લોકડાઉનનું પાલન કરી રહ્યો હતો. તમામ આરોગ્ય નિષ્ણાતો કહેતા હતા કે જેઓ જ્યાં છે ત્યાં જ રહે છે. ત્યારે કોંગ્રેસના લોકોએ મુંબઈના રેલ્વે સ્ટેશનો પર જવા માટે શ્રમિકોને મફત ટિકિટ આપી,લોકોને સ્થળાંતર કરવા માટે પ્રેરિત કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ નેતા નાના પટોલનુ કહેવુ છે કે, દેશમાં રોગચાળાની દહેશતથી કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૦માં અચાનક લોકડાઉન લાદી દીધુ હતુ.પરંતુ કેન્દ્રએ આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરી નથી અને લોકડાઉનને કારણે ફસાયેલા લાખો લોકોને બચાવવા કોંગ્રેસ પાર્ટી અને મહારાષ્ટ્ર સરકાર આગળ આવી હતી. નાના પટોલેએ કહ્યું કે સંકટ સમયે કોંગ્રેસ હંમેશા લોકોની મદદ કરવામાં સૌથી આગળ રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પીએમ મોદી પાસે માફીની માગ કરી છે.